________________
મુંગેર જિલ્લામાં આવેલા આ તીર્થની તળેટીમાં પ્રભુ મહાવીરનાં ચ્યવન, દીક્ષા તથા ક્ષત્રિયકુંડના પહાડની પેલે પાર જન્મકલ્યાણક થયેલું છે. ભગવાનનું જન્મસ્થળ જમુઈ વિસ્તારનું ક્ષત્રિયકુંડ ગ્રામ છે. ડૉ. શ્યામાનન્દ પ્રસાદના મત મુજબ કલ્પસૂત્ર તથા ૧૩, ૧૭મી શતાબ્દી સુધીના જૈન યાત્રીઓના યાત્રીવૃત્તાંતમાં આ વાત સિદ્ધ થઈ છે. તેઓ કહે છે કે ક્ષત્રિયકુંડ ગ્રામનો સંપૂર્ણ પ્રદેશ કુંડગ્રામ હતો. કલ્પસૂત્ર
અનુસાર કુંડગ્રામ ક્યારેક મહાનગર હતું. (ક્ષત્રિયકુંડ) ખત્રિય કુંડગ્રામ અને માત કુંડગ્રામ (બ્રાહ્મણ | કુંડગ્રામ) એ કુંડગ્રામના બે મોટા ભાગ હતા. લછવાડથી દક્ષિણ તળેટી બ્રાહ્મણ કુંડગ્રામ તથા સામેની
પશ્ચિમ તળેટી તે ક્ષત્રિય કુંડગ્રામ છે. લછવાડ ગામથી પકિ.મી.ના અંતરે આવેલી આ ક્ષત્રિયકુંડની તળેટી નદીકિનારે વસેલી છે. આ પહાડ પર જવાનો રસ્તો ૫ કિ.મીજેટલો અબરખના ચમકતા પથ્થરો અને લીલી વનરાજીઓના સૃષ્ટિસૌંદર્યથી ભરપૂર છે. અહીં વહેતી આ બહુવારી નદીમાં કુંડ ભળી ગયા હોવાથી તેને કુંડેઘાટ’ કહે છે.
બહુવારી નદી
"
કુડઘાટ
Ruucation intense
.
અહીં પ્રભુને ગોશાલકનો ઉપદ્રવ થયી હતી.o