________________
ચૈત્ર સુદ તેરસે પ્રભુનો જન્મ થયો અને દેવલોકમાં ઇન્દ્રે મેરુશિખર પર પ્રભુને લઈ જઈ અભિષેક કર્યો. પ્રભુના જન્મ સાથે જ સર્વ પ્રકારની વૃદ્ધિ થતાં તેઓ ‘વર્ધમાન’ નામે ઓળખાયા. અહીં ૨,૬૦૦ વર્ષ પ્રાચીન અને ભગવાનના ભાઈ નંદીવર્ધને ભરાવેલી શ્યામવર્ણી પદ્માસનધારી, ૨૭" ઊંચી પરિકર સહિતની પ્રભુ મહાવીરની કસોટીની મૂર્તિ છે; જેના ઉપર ધાતુ કે વરખનો નિષેધ ગણાય છે અને કેસરપૂજા પૂર્વે ચંદનનું તેલ લગાવવામાં આવે છે. અહીં ઊગતા વિવિધ રંગના ગુલાબનો સુંદર હાર ગૂંથ્યા વગર એક વિશેષ પ્રકારે બનાવાય છે અને રોજે એક જ પ્રકારે બનાવાયેલો આ હાર ભગવાનને ચઢાવાય છે. હાર ચઢાવ્યા બાદ(પૃ.૨૫૮) પ્રભુ મહાવીરની આ મૂર્તિની શોભા અવર્ણનીય બની રહે છે.
અહીં મૂળનાયકની પ્રતિમા પર સંવત ૧૫૭૯નો લેખ સરળતાથી વાંચી શકાય છે. આનંદની અવિન છે આ, અસીમ ઉપકારી પ્રભુને ગૃહસ્થ પર્યાય આ મલકમાં વીત્યો હતો. ભગવાનના જન્મની યાદ તાજી કરીને જ્યારે ક્ષત્રિયકુંડ જાઓ ત્યારે વીરપ્રભુની પ્રતિમા સામે ધ્યાનમાં બેસવાનો લહાવો લેજો કારણ કે જે રોમાંચ, આનંદ, વેદના, સંવેદનાપૂરથી અંતરમાં ભક્તિ ઊમટે તે અનુભવ ખરેખર અવર્ણનીય અને અદ્વિતીય હશે અને તમને આનંદની અપાર લબ્ધિ અપાવશે. અહીંના પૂજારી મુંઢિકા પાંડે કહે છે કે
આ પ્રતિમા સાક્ષાત્ છે. તેમના કહેવા પ્રમાણે આ મંદિરની દીવાલો પૂર્વે ૧૨ ફૂટની હતી જે ચાર વાર જીર્ણોદ્વાર થતાં તૂટી ગઈ. સમયાંતરે આ મંદિરને તોડીને શિખરબંધ જિનાલય બનાવવામાં આવ્યું.
બહાર આ ચંપાનું ઝાડ પણ આ જિનાલયના સમકાલીન અતિ પ્રાચીન માનવામાં આવે છે. મંદિરમાં રોજ એક જ આરતી ગવાય છે, જેમાં પ્રભુ મહાવીરના જીવનપ્રસંગો વણી લેવામાં આવ્યા છે. ચાલો, સહુ ભાવથી ભગવાન મહાવીરની આરતીમાં જોડાઈએ.
1
Jain Education International
-->>>
For Private Personal Use Only
7244
SHOW
Ne;
૨૬૫
www.jainelibrary.org