Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 293
________________ આત્મબોધ (૮) સહસ્ત્રકીર્તિના શિષ્ય પમનન્દી, જે ભટ્ટારકગના છે. (સમય વિ. સં. ૧૬૦૦ એટલે કે ઈસ. ૧૫૪૨. ઉપર મુજબ, પા. ૨૦૮) (૯) દેવેન્દ્રકાતિના શિષ્ય પક્ષનન્દી, જે બલાત્કારગણુ કારજ શાખાના છે. (સમય વિ. સં. ૧૮૫૦ એટલે કે ઈસ ૧૭૯૨. ઉપર મુજબ, પા. ૭૮) - (૧૦) બલાત્કારગણું નાગૌર શાખાના પદમનની, જે ચકીતિના શિષ્ય છે. સમય વિ. સં. ૧૭૭૩, એટલે કે ઈ. સ. ૧૭૧૫ (ઉપર મુજબ, પા. ૧૨૫) (૧૧) બલાત્કારગણુની ઈડર શાખાના પદ્મની, જે રામકીતિના શિષ્ય છે. (સમય વિ. સં. ૧૬૮૩ એટલે કે ઈ.સ. ૧૬૨૫-ઉપર મુજબ, પા. ૧૫૮) આ પર્મનન્દીઓ પછી સૌથી વધુ ખ્યાતનામ પ્રભાચન્દ્રના શિષ્ય ભટ્ટારિક પદ્દમનની છે, જે સંપ્રદાયની દિલ્હીની ગાદીના ઈ. સ. ૧૩૨૭થી ૯૩ ના સમય સુધી અધિપતિ હતા. જન્મ બ્રાહ્મણ પણ જૈન બનેલા આ પર્મનન્દીને નામે “એકત્વસંતતિ, યત્યાચાર, વગેરે લધુ કૃતિઓ જાણીતી છે, જે ભાષા, શૈલી તથા વિચારની દષ્ટિએ ભાવનાપદ્ધતિ અને જિરાપલી પાર્શ્વનાથ રોત્ર’ સાથે ઘણું સામ્ય ધરાવે છે. તેથી આ તમામના અને આપણા “આત્મબોધ રચયિતા આ દુમનન્દી હોય એમ કેટલાક વિદ્વાને માને છે. ઉપાએ પણ તેમના ગ્રૂ થની પ્રસ્તાવનામાં સ્વતંત્ર રીતે આ જ મતનું પ્રતિપાદન કરે છે. ૩ અને બીજા આઠ પદ્મનન્દીને નિર્દેશ કરે છે. આ મત શંકાસ્પદ છે. કેટલાકને ભતે આપણાં પદ્મનન્દી ઈ. સ.ની બારમી શતાબ્દિના છે. શીર્ષક આત્મબધ” ના ભક્તિમય દશનની આચના કરતાં પહેલાં હસ્તપ્રતોમાં ઉપલબ્ધ શીર્ષકેની સમજ આપણે મેળવીએ એ યોગ્ય થશે. અને જે હસ્તપ્રતને આધારે સમ્પાદન કર્યું છે, તેમાં આ કૃતિનું શીર્ષક આત્મબેધ” એવું આપ્યું છે. આ શીર્ષકને અર્થ આત્મવિષચક: બધઃ - આત્માને લગતો બેધ” એ થાય છે. સાથે નેધપાત્ર એ છે કે આ બધ સાધકના હદયમાંથી સ્વયમેવ ઉભા હોય એ રીતે કૃતિમાં આપણને મળે છે. શાબાધ્યયન, સત્સંગ, સ યમ, વૈરાગ્ય, સાધન વગેરેના બળે સાધક મોક્ષમાર્ગે ગતિ કરે છે, ગતિ કરતાં તેના હદયમાં વૈરાગ્ય પાછળ ભક્તિભાવ જાગે છે. અને એ ભક્તિભાવ તેને પરમાત્માનું શરણ લેવા પ્રેરે છે. આ રીતે ભક્તિભાગે સાધકની ગતિના મહત્વને બેધ આપણને થાય છે. જિનભક્તિ અને જિનપરાયણતા એ આ કૃતિને કેન્દ્રીય સૂર છે. ઉપાધ્યના સમ્પાદનમાં આકૃતિનું શીર્ષક “આલોચના' એ પ્રમાણે છે. અહીં “આલોચના” એટલે પિતાના દોષની કબૂલાત અને પિતાની ગઈ; પ્રભુ સમક્ષ હાજર થઈ તેના આશ્રય માટે પ્રાથન” એ છે. આ કાવ્યમાં આત્મમંથને, આત્મચિન્તન અને આત્મનિવેદન ૩ “પદ્યુમનન્ડિપંચવિંશતિ - Introduction, પા. 12 ૪પમનન્ડિપંચવિંશતિ :” Introductlon, પા. 13

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326