Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 302
________________ પદુમનન્દિકૃત [ગવરે - વાચના ભેદે ગોચર ', અર્થ એક જ, અનનો પર્યાય – મૂળ પદાર્થ એટલે દ્રવ્ય, જે નાશવન્ત નથી, તેની જુદી જુદી અવસ્થાઓ, પરિણામે, વિકારે તે પર્યાય. ભાવાથ: પરમાત્મા જિનેન્દ્ર સર્વત છે, મારાં પાપ જાણે છે, નિહાળે છે. પરમાત્મા સમક્ષ માનવે તો ક્ષમાભાજન જ છે. ] વ્યવહારમાર્ગના આશ્રયને આધારે (પચ મહાવ્રતાદિ) મૂળભૂત ગણુયેલા અને પેટા ગયેલા સાધુના ગુણોને ધારણ કરવા છતાં મારી સ્મૃતિને માગે* જે દૂષણે મારામાં સ્થાપિત થયાં છે; હે પ્રભુ ! શુદ્ધિને અથે તેમની પણ આલેચનાની [ અને કબૂલાતની] તૈયારી સાથે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.). કારણ કે ભવ્ય અને ચેતનાવન્ત મહાનુભાવોએ ( મારા જેવાના ) હૃદયને સર્વ રીતે નિશલ્ય બનાવવું ઘટે. (૯) [મૂળભૂત ગુણે – મૂળ છ ના ગુણે, તેના લક્ષણે, જે તેની સાથે સહભાવી ગણાય આમ, મૂળભૂત ગુણે કોના સહભાવી છે. દ્રવ્ય છે—જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ, આકાશ અને કાળ. ભાવાર્થ માનવ પિતાની સી સાંસારિક ભૂલ કબૂલી શુદ્ધિને અથે જિન પ્રભુ સમક્ષ ઉપસ્થિત થાય, તે તે નિઃશલ્ય બની શકે. ] હે જિનપતિ! અહીં આ સંસારમાં સહુ કોઈ ફરી ફરી અસંખ્ય લેકથી [ = જન્મથી ] બંધાયેલા છે [ મિતઃ 3. વ્યક્ત—અવ્યક્તના વિકલ્પની જાળમાં ગૂચવાયેલ પ્રાણી (એ માનવ સંસારમાં જન્મ લે છે. વિકપના ( ગૂંચવાડાથી) જન્મેલા મારા જ એ દેથી મારે સંસાર રઘા કર્યો છે, તેનું પ્રાયશ્ચિત્ત અહીં ક્યાંથી સાંભળ્યું–જાયું હોય ? આપના નિકટનીપણુમાં જ તેની શુદ્ધિ શક્ય છે. (૧૦) [ સદૈવ”ને સ્થાને “સદૈવ વાચનાને લીધે “સદાય (મારા જ)”એ અનુવાદ થશે. સન્નિધી ને સ્થાને “સ નિધિમ્ ' એ વાચના રૂચિકર લાગતી નથી. ભાવાર્થ : સંસાર, જન્મજંજાળ, વિકલ્પોની પરમ્પરા વગેરે થકી નમે છે. પ્રભુના નિકટવતીપણામાં જ તેની શુદ્ધિ, તેનું પ્રાયશ્ચિત્ત સંભવે છે. ] અન્તઃકરણ અને ઇન્દ્રિય તથા તેના ભાવોને વિધિપૂર્વક [ = વ્યવસ્થિત રીતે અથવા નિયમાનુસાર ] બાહ્યાશ્રયમાંથી રૂધીને, અને શુદ્ધ જ્ઞાનની એકમાત્ર મૂનિ એવા આપની સાથે તેમને એક રૂપ કરીને, અનાસક્તિ અને (આગમના) જ્ઞાનના સાર સાથે મતિને સાંગ કરીને, (હું) શાન્ત થયેલે માનવ આપની સમક્ષ એકન્ત પ્રાપ્ત કરું છું. હે દેવ ! સમતા પામેલે જે માનવું આપની નિકટવતિત પામે, તે ખરેખર ધન્ય ગણાય. (૧૧). [ચોથા ચરણમાં “સમીત્તે ' છે, તેને સ્થાને સમીતે અને સમીકતે એ બે નોંધપાત્ર વાચનાવિકલ્પ છે, જેને આધારે “જે આપનું ચિન્તન કરે, આપના વડે જોવામાં) આવે અને આપની નિકટવર્તિત પામે, તે ખરેખર ધન્ય ગણાય” એ અર્થ થશે. ભાવાર્થ :મતિને અનાસક્તિ અને જ્ઞાન સાથે સંગ કરવો. આમ કરવાથી શાન્તિ અને એકાન્ત અનુભવી શકાય. આમ, પ્રભુનું સાંનિધ્ય ભારે શાતાદાયી છે.'

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326