Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 303
________________ આમ મોધ પૂજ્ય પ્રભુ એવા આપને, પહેલાં કરેલાં ભારે પુના વેગે પામીને, બ્રહ્મા વગેરેને માટે પણ સુલભ નહીં એ પદ નિશ્ચિત રૂપે પ્રાપ્ત થાય છે. હું અહતનાથ આજેયે આપની ઉપસ્થિતિ ( હોવા છતાં) અતિ સ્થિરતાને પામેલું આ મારું ચિત્ત બહાર [બાહ્ય વિષયમાં] દોડે છે ! હું શું કરું ? (૧૨) [ પહેલા કરેલા - પૂર્વ જન્મમાં કરેલાં. બ્રહ્મા વગેરેને સુલભ નહીં એવું પદ એટલે મેક્ષરૂપી પદ, ચિત્ત સ્થિર બન્યા. પછી પણ બાહ્ય વિષમાં દોડી શકે. એ રીતે ચિત્ત ન દોડે તે બાબતમાં ભકતે સતત જાગ્રત રહેવું જરૂરી છે. ] સરસાર ભારે દુઃખદાયી છે, તેને (લુપ્ત કરવા) માટે નિર્વાણ (એ જ ) સુખનું પદ છે. એને માટે અદિ (ની લાલસા) ત્યજીને અમે તપોવન તરફ ગતિ કરી, ત્યાં (સવ) સંશય , તજી દીધા. આમ, (અત્યંત) દુષ્કર એવા વ્રતનો વિધિ કરવા છતાં હજીયે સિદ્ધિ ન વરી, કારણ, પવનરૂપી ભ્રમરે ચચળ બનાવેલા ( કમળ) દળની માફક મન આમતેમ ભમે છે. (૧૩) [ વાતાગ્રીતરીતિ – પવનરૂપી ભ્રમરે ચંચળ બનાવેલ,પવનની પરમ્પરાએ અથવા વાયસમૂહ ચ ચળ બનાવેલ. પ્રથમ અથ દેખીતી રીતે વધુ સારે છે. ભાવાર્થ : પૂર્વે કરેલાં પુને ભેગે પ્રભુપ્રાતિ સંભવે, અને મોક્ષપદની પ્રાપિત થાય. છતાં, આ સિદ્ધિ ચિત્ત ચંચળ" હોય ત્યાં સુધી ન જ સંભળે. ] (મન) આમ તેમ ઝાવા મારતું હોય, બાહ્ય એવા અર્થના લાભોથી હર્ષ પામતું હૈય વિના આજને પણ સદાય જ્ઞાનમય આત્માને વ્યાકુળ કરતું હોય, ઇન્દ્રિયગ્રામમાં સતત વાસ કરતુ હોય, સંસારના કારણરૂપ કમનું પરમ મિત્ર હોય-(આમ હેય અને) મન જીવંત ( તથા પ્રવૃત્ત ) હોય ત્યાં સુધી યમનિયમ પાળનારને પણ આ સંસારમાં ક્ષેમકુશળ કયાંથી હોય ? (૧૪) [ પામ-ઇન્નેિને સમૂહ ચરમ – યમનિયમ પાળનાર, સંયમી, ભાવાર્થ માનવ મનમાં ચંચળતા હોય, આત્મામાં વ્યાકુળતા હોય, સંસારનું આકર્ષણ હોય ત્યાં સુધી યમનિયમના પાલનથી પણ સાચું ક્ષેમકુશળ સંભવતું નથી. ઉપાએ ત્રીજા ચરણમાં મેં વાસરિબ્રિચ એમ વાંચે છે. તે વધુ સારી વાચના: જણાય છે. ] - શુદ્ધ બોધ એ જ જેને આત્મા છે, તેવા નિબળ એવા આપની સમક્ષ રજૂ થનાર પણ ખરેખર મૃત્યુ પામે છે. આથી સતત વિંકને લીધે આકુળ એવું (મારું આ) ચિત્ત આપનાથી બહાર ભમે છે. હે સ્વામી ! આ સ્થિતિમાં શું કરવું ? મેહવશ એવા કોને મૃત્યુને ભય નહીં હોય ? આથી ખરેખર તે, સર્વ અનર્થો કરનાર, પારકનું અહિત કરનાર એવા મારા મેહમે આપ ટાળે. (૧૫) [ સનારxqRrf - આ વાચનાથી અર્થ જરા જુદો પડશે, “સર્વ અનર્થોની પરસ્પર ઊભી કરનાર ” એ પ્રમાણે મોહથી અનર્થો થાય છે. ચિત્ત બહાર ભમે છે, માટે મેહ પર વિજય મેળવી અનિવાર્ય છે.] સ .–૫ .

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326