Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 305
________________ આત્મબોધ ૩૫ બે વચ્ચેનું અંતર દેખાઈ આવે છે. છતાં આવો હું, એવા આપની સમક્ષ ઉપસ્થિત થયો છું; મને દુષ્ટને કાઢી મૂકે ! હે પ્રભુ! ન્યાયીજનેને આ ધમ છે કે તેઓ અયોગ્ય જનને સજા કરે. [ = તેમને નિગ્રહ કરે.] (૨૦). [ આ સુંદર શ્લોકને ધ્વનિ એ છે કે પ્રભુ આવા માનવને નિગ્રહ કરે, પણ તેને કાઢી ન જ મૂકે. જિદુન્નતિ ક્ષયકતા આ સ્થાને વિહુનતિશયતા એવી વાચના લઈ એ તે સ દર્ભમાં બંધબેસતી થશે નહીં. ભાવાર્થ : માનવ અને પ્રભુની વચ્ચે અપાર અંતર છે. છતાં માનવ પ્રભુ સમક્ષ નમ્રતાના ભાવે રજૂ થાય છે અને પ્રભુ તેને નિરાશ નથી જ કરતા.] આધિ, વ્યાધિ, ઘડપણ, મરણ વગેરે (માનવ શરીરના સંબંધી છે તેનાથી (સર્વથા) ભિન્ન એવા મારા પવિત્ર આત્માને જડ લેકે શું કરી શકે? ( ભગવાન!) જુદા જુદા આકાર અને વિકારો જન્માવનારાં આ (વાદળી) સામે જ નમંડળમાં ઊભાં છે, તે વર્ષાના વાદળના સ્વરૂપને બદલી શકતાં નથી. (૨૧) [ આત્માને જડ જગત અને તેના સંબંધે તથા દેહ અને તેનાં લક્ષણે કંઈ કરી શક્તાં નથી – આ ભાવ અહીં પર્મનન્દી એક સુ દર દૃષ્ટાન્ત દ્વારા સમજાવે છે. જુઓ મીરાંબાઈ–“ ઊડી ગયે હંસ પિંજર પડી તે રહ્યું. ” આધિ, વ્યાધિ વગેરે શરીરના સંબંધી લક્ષણોથી આત્મા સર્વથા ભિન્ન છે તે દર્શાવવા સુદર દષ્ટાન્ત આપ્યું છે.] સંસારના તાપથી બળતા શરીરે હું ભારે દુઃખપૂર્વક ટકી રહ્યો છું જમીન પર રહી (તરફડતા) માછલા માફક હે નાથ ! મારું મન નિત્ય સંતપ્ત છે. હે દેવ! કારુણ્યરૂપ અમૃતના સંપકથી અત્યન્ત શીતળ એવા તમારા ચરણકમળે હું હક્યનું સમપર્ણ કરું છું, ત્યાં તે હું ભારે સુખિયો થઈ જાઉં છું ! (૨૨) F પ્રભુપરાયણતા અને આત્મા પ્રતિ સર્વસમર્પણના ભાવમાં જ સાચું સુખ છે. સુખિયે થઈ જાઉં છું -- ભારે સુખ અનુભવું છું. ભાવાથઃ માનવ સતત સંતપ્ત રહે, જાગ્રત રહે, તે જ તેની ઉન્નતિ સંભવે. પ્રભુપરાયણતા અને આત્મા પ્રતિ સ્વસમર્પણના ભાવમાં જ સાચું સુખ છે. આ (મારે) મન (નયને વગેરે ઈન્દ્રિયોના) સમૂહ વડે બાહ્ય અર્થો સાથેના સંબંધ ભોગવે ત્યારે કર્મ તે વધે જ ! આને લીધે તે સદાયે સર્વ રીતે હું તેનાથી જુદો પડી જાઉં છું. અથવા જે આપના પૌતન્યના( આવિર્ભાવ)થી તે (આપનામાં મય) થાય, તે ત્યાં પણ, હે શુદ્ધાત્મા! કારણે તે ( આપ જ છે). વળી નિશ્ચિત રીતે હે દેવ! મારી સ્થિતિ આપનામાં જ છે. (૨૩) [ ભાવાર્થ : માનવ આત્મા પરમાત્મામાં મય જાય તો તે પરમાત્માની, જિનેશ્વરની કૃપા જ ગણાય.] હે આત્મા ! તને લેક, આશ્રય, કવ્ય, દેહ, વાણી કે પછી ઈન્દ્રિય તથા પ્રાણુથી શું ? [અર્થાત , તેમની સાથે નિસ્બત શી?] (જગતના સૌ જીવો) પુદ્ગલપરક હોય છે ત્યારે તું પ્રમત્ત થઈને તેમના દ્વારા શા માટે બુધનને પામે છે? (૨૪)

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326