Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 301
________________ આમધ ૩૧ જ્ઞાન, તમામ વિષેનું દર્શન [ અથવા શ્રદ્ધા ], આત્મત્તિક સુખ, વીરતા, પ્રભુતા અને અતિ નિર્મળ રૂ૫ -. ( આ બધું ખરેખર ) આપનું પિતાનું જ છે ! તેથી હે જિનેશ્વર ! સમ્યક એવી ગદષ્ટિ વડે ( સાધના કર્યા બાદ ) લાંબા સમયે આપ પ્રાત થાવ, તે ગીઓએ કયું જ્ઞાન પ્રાપ્ત! ન કર્યુ હોય ? તેમણે શું ન જોયું હોય ? અને વળી તેમણે શું પ્રાપ્ત ન કર્યું હોય ? (૫) [ અપવિષય - તમામ વિષયોનું. સમ્યગોગદશા - સમ્યગનેણ. જ્ઞાત કિં ન વિલેક્તિ - ભાવ એ છે કે માત્ર આપનું જ્ઞાન પ્રાપ્ત કરનારે બધુ જ જ્ઞાન પ્રાપ્ત કયુ', બધાનું વિલોકન કરી લીધું, બધું પ્રાપ્ત કરી લીધું. “તદાત્યન્તિક'ને સ્થાને “ તથાસ્યન્તિક’ વાચનાથી અર્થમાં કઈ ભેદ પડતું નથી, ]. જિનસ્વામી એવા આપને ત્રણેય લેકના એક (માત્ર) પરમ નાથ હું માનું છું. આપને એકને જ નમન કરું છું, હૃદયમાં ધારણ કરું છું; સદાય હું આપની સેવા અને સ્તુતિ કરું છું. એકમાત્ર આપના શરણે હું આવ્યો છું. (આપની મહત્તા ) ફરી ફરી વર્ણવવાથી જે કંઈ પણ થતુ હોય તે આ (મુક્તિ એ જ ) મારું પ્રયોજન બને; અન્ય કોઈ જ (પ્રોજન ) મારે નથી. (૬) [ ભાવાર્થ : ત્રણેય લેકના નાથ અને વંઘ એવા જિનસ્વામીને ચરણે જનાર વાસ્તવમાં મુક્તિને આધાર લે છે. જિનસ્વામીને ચરણે જવાથી, જિનસ્વામીની મહત્તાના વર્ણનથી મુક્તિ સંભવે છે, એ ભાવ છે. 1. અહીંયાં ( સંસારમાં માનવ ) પાપ કરાવે, કરે કે તેનું અનુમોદન કરે (એ સંભવે છે, ) – બ્રાન્તિને કારણે ( આમ બને છે. ). હું મન, વાણી અને શરીરથી આપનાં (ચરણોમાં ) આવું છું. વળી આપની સમક્ષ હું આત્મનિન્દા કરું ( અને એ રીતે માર પાપને એકરાર કરે છે ત્યારે હવે સમયે સમયે જે કંઈ ( પા૫ ) મેં કર્યું હોય, ભવિષ્યમાં (હું ) કરું; નવસ્થાને ઉદ્દભવેલું તે બધું જ હે જિનપતિ | મિથ્યા થાવ ! (૭). [ “મન, વચન અને કાયાથી અહી આ ( સ સારમાં માનવ ) પાપ કરાવે, કરે ....” એમ અર્થ પણ લઈ શકાય. નવસ્થાનેદુગતું – પાપનાં નવે સ્થાને છે.- મન:કૃત, મન:કારિત, મનનમેદિત; વચનકા, વચનકારિત, વચનાનુ દિત; કાયકૃત, કાચકારિત અને શ્રેયાનું દિત ભાવાર્થ : ભ્રાન્તિથી પ્રેરાયેલે માનવ જગતમાં પાપ કરે, કરાવે, તેનું અનુમોદન કરે. પરંતું અને તે માનવ આત્મનિન્દા કરી પ્રભુને ચરણે જાય અને પાપમુક્ત થાય છે હે જિનેન્દ્ર ! ત્રણ કાળની ( ગતિથી ) ગોચર એવા અનઃ પર્યાયથી યુક્ત લેકઆલોકને તમે જાણે છો; બધી બાજુએથી સર્વ સમયે સમાન તેને આપ બરાબર નિહાળો છો. હે સ્વામી ! મારા એક જ જન્મમાં જન્મેલા દોષોને આપ જાણે છો, તે છતાં શુદ્ધિ અને આલેચનાને માટે શા કારણસર છે. કેમેય આપની સમક્ષ વાચ્ય બનતા નથી ! (૮)

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326