Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 292
________________ ૨ ૨ પદ્દમનન્દ્રિકૃતિ સમ્પાદન–સટીક અને સાનુવાદ–અમને જોવા મળ્યું. આમાં “આત્મબોધ ક્રમાંક નવમાં આલેચના' એ નામે પ્રગટ થયું છે. તેમાં પણ આ જ ૩૩ કારિકાઓ છે, જેને સળગ બ્લેક ક્રમાંક ૫૧૫ થી ૫૪૭ છે. કૃતિને અને પુપિકા નથી. આ કૃતિની વાચનાઓ સાથે અમારા સપાદનના વાચનાઓ સરખાવતાં કેટલાક વાચના ભેદ મળી આવ્યા. પરંતુ બે સ્થળે સિવાય આ વાચના ભેદથી કારિકાઓના અર્થઘટનમાં ખાસ કઈ ફેરફાર થતું નથી. ડે. ઉપાથેના સમ્પાદનના વાચનાભે પૈકી જરૂરી, જે તે સ્થળોએ અર્થ સાથે અમે આપ્યા છે. પદ્મનન્દી કેણ? સંસ્કૃત સાહિત્યની માફક જૈન સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં પણ એક જ નામના એકથી વધારે લેખકે હોય એ એક સામાન્ય હકીકત છે. રાજશેખર ગણુ કાલિદાસને ઉલ્લેખ કરે છે, પરંતુ કાલિદાસ ઘણો થઈ ગયા છે ૧ આવું જ હતુ પણ છે. પદ્મનન્દી નામધારી ધણાં સંત, સાધુઓ અને લેખકે થઈ ગયા છે. ૨ જુદાં જુદાં સાધનોની મદદથી અમે આવા અગિયાર પદ્મનન્દીની નેંધ કરી છે, જે નીચે પ્રમાણે છે : (૧) પર્મનન્દી એ કુકુચ્છનું બીજું નામ છે. (એપિગ્રાફિકા કર્ણટિકા, 'વ-૨, પા. ૬૪, ૬૬ વ. અને “ઈશ્યને એન્ટીકવરી–૨૩, પા. ૧૨૬) (૨) નન્દીસ છે અને સારસ્વત ગછના પર્મનન્દી. તેનો સમય શક સ વત ૧૩૦૭, છે. (શ્રવણબેલગોડા શિલાલેખ જૈન શિલાલેખ સંગ્રહં ભાગ ૩, પા. ૪૧૭–૪૨૦. સં. હિરાલાલ જેન– પ્રામાણિકયચન્દ્ર દિગમ્બર જૈન ગ્રન્થમાલા) (૩) કાણુગ્ગણ અને તિ|િ ગચ્છના પદ્મનન્દી. તે સિદ્ધાન્તિ ચક્રેશ્વર પક્ષનન્દી તરીકે જાણીતા હતા. તેમને સમ્ય શક સંવત ૯૯૭ ઉપર મુજબ, ભાગ ૨ પા. ૨૬૮-ર૭૦.) (૪) હનસાગના બાહુબલિ માલધારી દેવના શિષ્ય પર્મનન્દી. સમય શક સંવત ૧૨૫ એટલે કે ઈ.સ. ૧૩૦૩-(ઉપર મુજબ, ભાગ 1, પા. ૩૮૭.) (૫) પ્રભાચન્દ્રના શિષ્ય અને શુભચન્દ્ર, સલકીતિ તથા દેવેન્દ્રકીર્તાિના ગુરુ પદ્મનજી ભટ્ટારક. સમય વિ. સં. ૧૩૮૫ એટલે કે ઈ.સ. ૧૩૨ (‘ભદારક સમ્પ્રદાય” પા.૯૨ સ. વી. પી. જોહરપુરકર, પ્ર. જૈન સંસ્કૃતિ સંરક્ષણ સ ધ, શોલાપુર, ૧૯૫૮) (૬) સેનગણના પર્મનન્દી, સમય નવમું શતક. (ઉપર મુજબ, પા. ૩.) (૭) હેમચન્દ્રના શિષ્ય પર્મનન્દી, જે કાષ્ઠાસંધ અને મથુરાગચ્છના છે. સમય વિ. સં. ૧૫૭૬ એટલે કે ઈ. સ. ૧૫૨૮. ઉપર મુજબ, પા ૨૪૭.) १. शृङ्गारे ललितोद्गारे कालिदासत्रयी किमु । ૨. આ પદમનન્દીઓની વિશેષ માહિતી મારા મિત્ર અને સાથી ડે. વાય. એસ. શાસ્ત્રીએ તેમના અંગ્રેજી અનુવાદ સાથેની પ્રસ્તાવના માટે એકઠી કરી છે. તેમને આભાર. .

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326