Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 297
________________ આત્મમેધ ર૭ શરણાગતિથી તેનામાં પ્રભુએ ઘેરી આપેલા માર્ગે ગતિ કરવાની હિંમત કેળવાય, તે ઉત્કષમાગી અને. અથવા, કેવળ પ્રભુપરાયણતા, નમ્રતા, ભક્તિ, સમપણુને ભાવ પણ સાધકના આત્માને શુદ્ધ કરી, સંસારબન્ધનથી મુક્ત કરી, ઉના માગેરી જઈ શકે. આમ, તત્ત્વદર્શનલબ્ધ સાધના અને ભક્તિમાગીય સાધનાના કવિ અહીં સુભગ સમન્વય સાધી આપે છે. આમ થયુ છે ત્યારે આપણને સહેજે પ્રેમલક્ષણા ભક્તિના પરમ ઉપાસક નરસિંહ મહેતાના શબ્દો યાદ આવે— t પ્રેમના તતમાં સંત લે. ” ' છતાં નરસિંહ અને આ કાવ્યના રચયિતા પદ્મનન્દીની દૃષ્ટિમાં પાયાનો ભેદ રહેલા છે. નરસિંહ પ્રેમલક્ષણા ભક્તિને ભક્તિ તરીકે મેાક્ષ કરતાં પણ ઊંચા દરતે આપે છે. તે કહે છે હરિના જન જે મુક્તિ ન માગે, માગે જનમાજનમ અવતાર રે ! નિત સેવા, નિત કીન, એવા નિરખવા ન દકુમાર રે ! ' CC પ્રભુપરાયણતા, સર્વ સમર્પણ ભાવ અને ભક્તિ સાથે પદ્મનન્દી મુક્તિ વાંછે છે, આત્માત્થાન ઝ ંખે છે. તે સાથે તે જાણે પોતાના આત્માને સંબોધીને જાગ્રત થવાનુ પણ કહે છે. પદ્મનન્દીને માટે ભક્તિ આમ સાધ્યું નહીં, પરન્તુ સાધન જ છે. આત્મા ઉત્સા, આત્માના માક્ષ એ એનુ લક્ષ્ય છે, જે તેના આત્માને એટલો ઉચ્ચ કક્ષાએ લઈ જાય કે તે જિનેશ પ્રભુની જ કૃપાથી જિનેશની સાથે અદ્વૈત સાધે, અર્થાત્ સાધના અને સિદ્ધિમાં તેને માર્ગે રહે, એટલું જ નહીં પરન્તુ તેને અત્યન્ત નિકટવર્તી બને. અનેકાત્મવાદ અને આત્માના મોક્ષના વિલક્ષણ જૈનનના અભિગમ આ રીતે પદ્મ નન્દી જાળવી રાખે છે. સાધકના આત્મા કરતાં જિનેશ્વરના આત્મા અત્યન્ત ઉચ્ચતર છે એ અંમાં તે પરમાત્મા છે. મેાક્ષ એટલે સ્વાત્મનું, કઠોર સાધના અને સ ંપૂર્ણ અનાસક્તિ તથા નૈમ્ય"ને માર્ગે સમ્યક્ દંન. અને અદ્વૈત એટલે સાધક આત્માનું જિનેશ્વર પ્રભુ સાથે અત્યન્ત નિકટવતી'પણું. ગામ, ‘આત્મબોધ' એ આત્માને લગતા ખાધ છે, ત્યારે જિનેશ પ્રભુને સધન, સવસમ`ણુના ભાવ છે, સાથે સાધક પોતાના આત્માને પણ સોધન કરે છે અને તેને જાગ્રત કરવા પ્રયત્નશીલ છે. અહીં કવિ રા. વિ. પાઠકનાં આ વચનો આપણને સહેજે યાદ આવે—— ૮ હજીયે ન જાગે મારા આતમરામ ! આતમરામ ! ” અને 33 “ જાગોજી ! જાગોજી ! મારા આતમરામ ! આ સાથે જિનેશપ્રભુ પ્રત્યેની સાધકની આરજૂએ સહેજે આપણા હૃદયને સ્પર્શી જાય છે, આ સાથે આ કૃતિને તાત્ત્વિક એધ પણ આપણને પ્રસન્નકર બને છે,

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326