________________
કંઈ એવું મૂકવાની ભાવના થઈ કે જે સર્વોપયોગી બને તેથી સૌપ્રથમ જેની દરેક ક્ષેત્રમાં વધુ જરૂર પડે અને જેના વિના જીવનની વાસ્તવિક મજા અનુભવાતી નથી તે સરસ્વતી દેવીનો કોઈ નાનો પણ ગ્રંથ છપાય તો ગુરુભક્તિને જ્ઞાનભક્તિમાં પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકનો પ્રથમ અક્ષર મૂક્યો કદાચ કહેવાય ! ધીરે ધીરે પ્રયત્ન ચાલુ થયો પૂ. બન્ને ગુરુદેવોની અમીદ્રષ્ટિથી અને સહવર્તી પૂ. પંન્યાસ શ્રી સોમચંદ્ર વિ.મ. મુનિશ્રમણચંદ્રવિ.મ., મુનિનિર્મલચંદ્રવિ.મ., મુનિજિનેશચંદ્ર વિ.મ. વિગેરે મુનિવરોના આત્મીય સહકારથી કાર્યને વેગ મળ્યો. મા. શારદાના ફોટા ભેગા કરીને લાવવામાં મહત્વનો ફાળો જયંતભાઈ ગિરીશચંદ્ર ઝવેરી (સુરત) તથા ભરતભાઈ સી. શાહ (અમદાવાદવાળા)નો છે. તે બધા ફોટાની પ્રેસકોપી કરી આપવા માટે સુરત વિનસ ટુડીયો વાળા રમીલાબેનની ભક્તિ નોંધપાત્ર અને ઉલ્લેખનીય રહી છે. જાણે પોતાનું જ કામ હોય તેમ, વધુ સુંદરતા પુસ્તકમાં આવે તે રીતે તેઓએ પ્રયત્ન કર્યો છે અને સિતત જ્ઞાનોપાસનામાં રત રહેલા વિદ્વદ્વર્ય પં. શ્રી શીલચંદ્ર વિ.મ. સાહેબે મનનીય પ્રસ્તાવના લખી આપવાથી ખૂબ આનંદ થયો છે.
છે. આ પ્રસંગે કર્તવ્યનિષ્ઠ અને પ્રેમાળ શ્રી અસગરભાઈ પ્રેસવાળાએ ટુંકા ચાર મહિનાના ગાળામાં ઝડપથી ચીવટપૂર્વક પુસ્તકનો વધુ સુંદર ઉઠાવ આવે તે માટે ગણનાપાત્ર મહેનત કરી છે.
ટૂંકમાં “એક હાથે ચપટી વાગે ને બે હાથે તાળી વાગે' એ કહેવત અનુસાર આ તાળી વાગવા જેવા પ્રસંગે જે કોઈ નામી-અનામી-જ્ઞાત-અજ્ઞાત વ્યક્તિઓએ સહકાર આપ્યો છે તેથી ઉત્સાહમાં વધારો થયો છે.
પણ અંતમાં વિહંદુ સમાજ પાસે અને સરસ્વતીના ઉપાસકો પાસે એવી અપેક્ષા રહે કે જ આ પુસ્તકમાં જે કંઈ પણ ભૂલ, ક્ષતિ ઉણપ કે સલાહ હોય તેને સહૃદયતાથી જણાવે જેથી ભવિષ્યમાં સુધારો કરવાની તક મળે તથા આ સંબંધી જે સાહિત્ય છપાવવાનું બાકી રહે તે જણાવે કે આપશે તો તેઓનો ઋણી બનીશ. આ મારા જીવનમાં પ્રથમ પ્રયાસ છે. ચોક્કસ ક્ષતિઓ રહી હશે, તે ક્ષમ્ય કરી સ્વીકારશો તથા આ ગ્રંથના નિયમિત કિંચિત ઉપયોગ દ્વારા પણ તમારામાં રહેલી સુષુપ્ત આંતરશક્તિઓને જાગૃત કરી શ્રી સર. દેવીના ચરણે જઈ તેની કૃપાના ભાજન બનો, અજ્ઞાનરૂપી તીવ્ર તિમિર હટાવી શાશ્વત, આત્મિક સુખોને પ્રાપ્ત કરો. અધ્યાત્મને આત્મ વિકાસના માર્ગે અવિરત આગેકૂચ થતી રહો જેથી સ્વ-પર સર્વનું કલ્યાણ થાય અને સંપૂર્ણ કર્મ ક્ષય કરીએ એ જ અંતરની તીવ્ર અભિલાષા સહ....
વિ.સં. ૨૦૫૦ ફા. સુ. ૩ સીમંધરજિન દિક્ષા દિન
પૂજ્યપાદ ગુરુદેવશ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી
મહારાજાનો ચરણ કિંકર
મુનિ કુલચંદ્ર