Book Title: Sachitra Siddh Saraswati Sindhu
Author(s): Kulchandravijay
Publisher: Sankheshwar Parshwanath Jain Mandir
View full book text
________________
(
૧૧૩
૧૧૩
૬૮
સારસ્વતી પ્રાર્થના રાગ :- પ્રભુ જેવો ગણો તેવો તથાપિ બાલ તારો છું....
સરસ્વતી માત હો પ્યારી, તુમારો બાળ સત બોલે કરોને સ્પેર ક્ષણ દેવી, ટળે મુજ અજ્ઞતા જોરે....... સર......૧ બૂરો-ભૂંડો મૂરખ પૂરો, કપટને કામે વળી શૂરો, બધા દુર્ગુણનો દરીયો, છતાં તુજ બાળ નહી ભૂલો.....સર..... ૨ કદી પુત્ર-કુપુત્ર થાય, નહી માતા-કુમાતા થાય ભલી ભોળી તુમ હો માત, જગતની રીત એ’ના છોડ....સર....૩ છતાં તરછોડશો મુજને, થશે અપજશ જગ તારો હવે શું સોચવું તુજને, ગ્રહીલ હાથ બાળકનો........ સર....... મળે તુજ રાગીને શ્રુતજ્ઞાન, ફળે તું ધ્યાનીને ઉજમાળ પરંતુ આપો જો નિજજ્ઞાન, માનું કે આપનો નહી પાર.....સર....પ ભરી શ્રદ્ધા હૃદય ભારી, જગતમાં તું હી એક સાચી કરીશ જ્ઞાની આતમરાગી, અંતરના પાપ દઈ ટાળી..... સર,...
આ ૯ નવ કૃતિઓના રચયિતા મુનિ કુલચંદ્ર વિજય. / - સારસ્વતી મંત્ર વિભાગ :- મંત્રજાપ શરુ કરતા પહેલા અતિ જરૂરી સામાન્ય વિધિ :
A :- યાને સાધનાશુદ્ધિ :૧. કોઈ પણ પ્રકારના દેવ-દેવીઓના મંત્ર જાપની શરૂઆત કરતાં પહેલાં ગુરુ મ.સા.
ની આજ્ઞા કે અનુભવી વડીલોની સંમતિ લેવી. કોઈ પણ મંત્રની શરુઆત શુદ્ધ દિવસે-ચંદ્રબળ વિગેરે જોઈ શ્રેષ્ઠ સમયે ચાલુ કરવી. મંત્ર સાધના માટે તીર્થભૂમિ, વનપ્રદેશ, પર્વતના ઉંચા સ્થાને, નદીતીરે, અથવા દેરાસર-ઉપાશ્રય કે ઘરના એકાંત સ્થાનમાં જ્યાં શાંતિ-સ્વચ્છતા ને સ્વસ્થતા જળવાય
ત્યાં જાપ કરવો. ૪. પ્રભુપ્રતિમા કે ઈષ્ટદેવ-દેવીઓની પૂર્વદિશામાં વિધિપૂર્વક સ્થાપના કરી જાપ કરવો. ૫. જાપ દરમ્યાન સંપૂર્ણ મૌન રાખવું અને શાંત બનવું. ૬. જાપ કરતા પહેલાં જગ્યા શુદ્ધ કરી શુદ્ધ (કોરા) વસ્ત્રો પહેરવા. (૭. ધૂપ-દીપ અને સુગંધી વાતાવરણ વચ્ચે જાપ ચાલુ કરવો. ૮. કોઈ પણ મંત્રની શરૂઆત કરતા પહેલા ઓછામાં ઓછી ૧ બાધા પારાની શ્રી નવકાર
તે મંત્રની માળા ગણવી. તે

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218