________________
છે
૯. મા સરસ્વતી દેવીની સાધના કરતા પહેલા પવિત્ર સ્થાને ભગ.મહાવીર સ્વામી, શ્રી . ગૌતમસ્વામી અને મા સર, દેવીની મૂર્તિ અથવા આકર્ષક ફોટાઓ સુંદર લાગે તે રીતે
મૂકવા. તેની સ્થાપના તે રીતે કરવી જેથી પડી ન જાય અને ખસેડવા ન પડે. અને - સર, દેવીની પીઠિકા રચવી. ૧૦. મંત્ર જાપ સ્ફટિકની માળાથી અથવા સુતરની માળાથી કરવો. અને તે માળાથી બીજો | કોઈ મંત્રનો જાપ ન કરવો તથા બીજા કોઈને ગણવા ન આપવી. ૧૧. જાપની દિશા-લીટી-આસન-માળા-સમય એકનિશ્ચિત રાખવા. ખાસકારણ સિવાય
[ફેરફાર ન કરવો. ૧૨ જેટલી સંખ્યામાં જાપ નક્કી કરો તેટલો રોજ અખંડપણે નિયમિત ગણવો. વચમાં
એકપણ દિવસ બાકી ન રહી જાય તે ખાસ લક્ષ્ય રાખવું. ૧૩. જાપ વખતે પદ્માસન ફાવે તો તે, નહિંતર સુખાસને બેસી દ્રષ્ટિને પ્રતિમા સન્મુખ કે - નાસાગ્રે સ્થિર કરી જાપ કરવો. ૧૪, મંત્ર જાપ દરમ્યાન મનમાં ઉચાટ-ઉદ્વેગ કે ખિન્નતા ન રાખવી. કલુષિત મનથી
કરેલો જાપ નિષ્ફળ જાય, ૧૫ જાપ ઉતાવળથી કે અસ્પષ્ટ ઉચ્ચારથી ન કરવો, જાપ થોડો થાય તો ચાલે પણ શુદ્ધ
અને મન પ્રસન્ન રહે તે રીતે નિયમિત કરવો. ૧૬. જાપ કરતાં વચમા ખાડા પડે, સળંગ ન થાય તો તે ત્રુટિત ગણાય. તેથી અખંડ
(દિવસ ન પડે) રીતે ગણવો, જે દિવસે ખાડો પડી જાય તો બીજા દિવસે નવેસરથી
ગણવો. કારણ ૧૭. જાપ વખતે દાંતો પરસ્પર અડેલા ન રાખવા, બંને હોઠ અડેલા રાખી શરીરને ટટ્ટાર ' અને સ્થિર રાખવું. ૧૮. મંત્ર જાપની શરુઆત શ્રેષ્ઠ મુહૂર્તો સૂર્યસ્વર ચાલતો હોય (પોતાના જમણી નાકમાંથી
શ્વાસ ચાલતો હોય) ત્યારે પ્રબળ સંકલ્પ કરીને કરવો, ત્વરિત સિદ્ધિ મળે. ૧૯. કોઈ પણ મંત્ર વિધિપૂર્વક ગુરુ મ.સા. પાસેથી ગ્રહણ કર્યા બાદ ઓછામાંઓછો
૧૨૫OO નો જધન્યથી કરોં. ૧ લાખનો જાપ અવશ્ય ફળ આપે અને તેથી વધુ િથાય તો વધુ સારું (ઉપરોક્ત નિયમપૂર્વક ગણેલો હોય તો).
જાપ દરમ્યાનના દિવસોમાં એકદમ સાદો અને હળવો આહાર લેવો અભક્ષ્ય-કંદમૂળ, તામસી વસ્તુઓ કે બજારની ખાદ્ય ચીજોનો અવશ્ય ત્યાગ કરી
બ્રહ્મચર્યના પાલનપૂર્વક કરવો. ૧. આરાધના શરુ કરતાં પૂર્વે શ્રી તીર્થર HTધરપ્રસાવતિ ષ: ચો:I: છત્તા શ્રી
નધિ રતનપયા ૫ પદ બોલીને ચાલુ કરવો તથા “રૂ વિí પહેનાને સિ૩ ને પfસંજ્ઞ'' એ પદ બોલીને ચાલુ કરવો, જેથી બધો જાપ સફળ - થાય. અને જાપ પૂરો થયા બાદ ક્ષમાપના માંગવી. ૨૨. સાધના સિદ્ધિના સહાયક અંગો (૧) એક દ્રઢ નિર્ણય (૨) શ્રદ્ધા-સ્વજાપમાં વિશ્વાસ
બાહુલ્ય, (૩) શુદ્ધ આરાધના (૪) નિરંતર પ્રયત્ન (પ) નિંદાવૃત્તિ ત્યાગ (૬) મિતભાષણા (૭) અપરિગ્રહવૃત્તિ (૮) મર્યાદાનું પૂર્ણ પાલન.