Book Title: Sachitra Siddh Saraswati Sindhu
Author(s): Kulchandravijay
Publisher: Sankheshwar Parshwanath Jain Mandir

View full book text
Previous | Next

Page 213
________________ શતાવરી ચૂર્ણ - શતાવરી, ગોરખમુંડી, ગળો, હરિતકર્ણ, (આ ખાખરાનો જ એક ભેદ છે.) ખાખરો અને મુસલી એ બધાને સમભાગે મેળવીને ચૂર્ણ બનાવવું. તેને ઘી સાથે ખાવાથી બુદ્ધિ તથા સ્મરણશક્તિ ખૂબ સુધરે છે. કલ્યાણકાવલેહ હળદર, વજ, કુષ્ઠ, પીપર, સુંઠ, અજમોદ, જેઠીમધ અને સિંધવ સમભાગે લઈને તેનું ચૂર્ણ બનાવવું. તે ઘીની સાથે ચાટવાથી એકવીસ દિવસમાં માણસ શાસ્ત્રને સમજીને ધારણ કરી શકે તેવો બુદ્ધિમાન થાય છે. ચંદ્રપ્રભાવટી * ચંદ્રપ્રભા નં.૧ નું સેવન લાંબો વખત કરવાથી તે બુદ્ધિ અને સ્મૃતિને વધારે છે? - અશ્વગંધાદિ અવલેહ , અશ્વગંધા, અજમોદ, કાળીપાટ, સુંઠ, મરી, લીંડીપીપર, વરીયાળી, શતાવરી અને સિંધવ સમાન ભાગે લેવા. તે બધાનાં વજનથી અરધો વજ લઈને ચૂર્ણ બનાવવું. એમાંથી હંમેશા વા તોલાથી ૧ તોલા જેટલું ખાવું. તે પચી જાય ત્યારે દૂધનું ભોજન કરવું. એનાં સેવનથી સ્મૃતિ એક હજાર ગ્રંથ ધારણ કરવા જેટલી તીવ્ર બને છે. તે ચ્યવન - પ્રાશાવલેહ અષ્ટવર્મયુક્ત ચ્યવનપ્રાશાવલેહ રોજ સવારે ૧ તોલા જેટલો લઈ, ઉપર દૂધ પીવાથી મગજ પુષ્ટ થઈ સ્મૃતિમાં સુધારો થાય છે. આ પ્રયોગ ઓછામાં ઓછા ત્રણ માસ પર્યત કરવો જોઈએ. તેને બનાવવાની રીત કોઈપણ પ્રસિદ્ધ આયુર્વેદિક ગ્રંથમાંથી મળી શકશે. બૃહદ સુવર્ણમાલિની, વસંતકુસુમાકર રસ, તથા પૂર્ણ ચંદ્રોદય, એ ત્રણ પૈકી કોઈનું પણ વિધિપૂર્વક સેવન કરવાથી બુદ્ધિ સતેજ થાય છે અને સ્મૃતિ સુધરે છે. - બુદ્ધિવર્ધક ચાટણ ૧૦૦ સુકા ગુંદા, ૧૦૦ ઉનાબ, તથા ૩ તોલા ગુલેબનફશા લઈને એક વાસણમાં ૧૨ કલાક સુધી પલાળી રાખવા. પછી તેમાંથી પાણી નીચોવી લઈ તેનો કાઢો કરવો, જે ના રતલના આશરે રહેવો જોઈએ. એ કાઢામાં ના રતલ હરડેના મુરબ્બાની ચાસણી, ૧ રતલ મધ અને સાકર નાખી, એકતારી ચાસણી કરવી. વધારે કડક ન થાય તેનું ધ્યાન રાખવું. તેમાં નીચેની વસ્તુઓનું બનેલું ચૂર્ણ નાખીને ખૂબ 'હલાવવું તથા ખૂબ ગરમ થયા બાદ નીચે ઉતારવું. ચૂલા ઉપર પાતળું દેખાશે, પણ ઠર્યા પછી તે બરાબર ચીકણું થઈ જશે.

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218