________________
પંડિતો પોતાના શિષ્યોને બુદ્ધિમાન કરવા માટે એ તેલનો ઉપયોગ કરવા લાગ્યા હતા. ધ માલકાંગણીના તેલનાં ૧૦ ટીપાં પતાસાં પર નાખવાં, પછી તે પતાસું ખાઈને ઉપર દૂધ પીવું. ખોરાકમાં જાના ચોખા તથા દૂધ વાપરવું. પાણી બીલકુલ ન વાપરવું અથવા બહુ જ અલ્પ વાપરવું. તેલનું પ્રમાણ બબ્બે ટીપાથી વધારતા જવું. પણ તોલા જેટલું થાય એટલે આગળ ન વધારવું. કુલ ૪૦ દિવસ એ પ્રયોગ કરવો. છું
રતિ રતિ વધારીને એક તોલા પર્યત જ્યોતિષ્મતિ તૈલ જે સૂર્યપર્વમાં પાણીની સાથે પીવે છે, તે પ્રજ્ઞામૂર્તિ કવીન્દ્ર થાય છે. (હાલના દેહની સ્થિતિ પ્રમાણે વા તોલાથી વધારે વાપરવાની જરૂર નથી.)
on વિશ્ર્વાદ્યચૂર્ણ સુંઠ, અજમો, હળદર, દારુ, હળદર, સિંધવ, વજ, જેઠીમધ, કુષ્ટ, પીપર, અને જીરૂ, એનું સમભાગ ચૂર્ણ કરીને ઘીની સાથે પ્રાતઃકાલમાં ચાટવાથી સાક્ષાતુ. સરસ્વતી મુખમાં નિવાસ કરે છે. જ આ પ્રયોગ ભાદ્રપ્રકાશ, અમૃતસાગર આદિ વૈદકના પ્રસિદ્ધ ગ્રંથોમાં આપેલો છે. | ત્રિકટવાદિ ચૂર્ણ
? | સુંઠ, મરી, પીપર, ત્રિફલા, ધાણા, અજમો, શતાવરી, વજ, બ્રાહ્મી અને ભાર્ગી એ બધાનું સમભાગ ચૂર્ણ કરવું. તેનું મધની સાથે સેવન કરવાથી બાલક પણ _બોલવામાં ચતુર અને વીણાના જેવો સ્વરવાળો થાય છે. આ પ્રયોગ દરમિયાન તેલવાળું, તીખું, લખું, ખાટું, તેમજ વાયડું ખાવું નહિ.
વૃદ્ધદારુકમૂલ ચૂર્ણ વરધારાના મૂળને ખૂબ ઝીણું ખાંડીને ચાળી લેવું, પછી તેને શતાવરીના રસની સાત વાર બાવના આપવી. એમાંથી ૧ તોલા જેટલું ચૂર્ણ ઘીની સાથે એક મહિનો ખાવાથી મનુષ્ય ઉત્તમ બુદ્ધિવાળો, સ્મૃતિમાન અને વલીપલીતથી રહિત થાય છે. આ . આ પ્રયોગ ચક્રદત્ત, વૃન્દમાધવ, ભાવપ્રકાશ, યોગ્ય રત્નાકર, આદિ ગ્રંથોમાં હું જેણાવેલો છે.
ધાત્રી ચૂર્ણ - આંબળાનું ચૂર્ણ ૩૫ તોલા લઈને તેના સ્વરસમાંજ ભીંજાવવું. પછી ૧૨૮ તોલા મધ અને ૧૨૮ તોલા ઘી, ૩૨ તોલા પીપર અને ૬૪ તોલા સાકર, એ બધું એક ઘડામાં ભરીને તેને ધાન્યના ઢગલામાં એક વર્ષપર્યંત રાખી મૂકવું. એ રીતે તૈયાર થયેલી ઔષધિનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી મનુષ્ય પલિત રોગથી રહિત, સુંદર રૂપ વર્ણવાળો અને પ્રભાવશાળી થાય છે; તથા વ્યાધિ રહિત બનીને, મેધા, સ્મૃતિ, બલ, રચનચાતુર્ય, દઢતા અને સત્વસંપન્નતા પ્રાપ્ત કરે છે. આ રસો ચક્રદત્ત, વૃન્દમાધવ, ભૈષજયરત્નાવલીમાં આ પ્રયોગ આપેલો છે,