Book Title: Sachitra Siddh Saraswati Sindhu
Author(s): Kulchandravijay
Publisher: Sankheshwar Parshwanath Jain Mandir

View full book text
Previous | Next

Page 209
________________ ધીરજલાલ ટોકરશી સંપાદિત “સ્મરણ કલા” પુસ્તકમાંથી સાભાર. . બુદ્ધિ અને સ્મૃતિવર્ધક આયુર્વેદિક ઔષધિપયોગો. (૧) સ્મૃતિને વધારવા માટે જે પ્રયોગો અહીં રજૂ કરવામાં આવ્યા છે, તે સરલ છે, પ્રમાણમાં સસ્તા પણ છે, અને જાતે કરી શકાય તેવા પણ છે. છતાં જરૂર જણાય તો તેમાં કોઈ યોગ્ય અનુભવી ચિકિત્સકની મદદ લેવી. (૨) જે ઔષધિનો પ્રયોગ કરવાની ઈચ્છા હોય, તે ઔષધિ બનતાં સુધી જાતે જે બનાવવી કે જાતિ દેખરેખ નીચે બનાવરાવવી. તેમાં વાપરવાની વસ્તુઓ (દ્રવ્યો) બને તેટલી ઊંચી અને કસવાળી હોવી જોઈએ. કસ વિનાની વસ્તુઓ વાપરવાથી ફાયદો થવાનો સંભવ નથી. (૩). વિશ્ર્વાસપાત્ર આયુર્વેદિક કારખાનામાં બનેલી ઔષધિ વાપરવાને હરકત નથી. (૪) જે ઔષધિમાં ખાસ વિધિ કરવાનો હોય, અથવા પરેજી પાળવાની હોય, તેમાં ઇક અવશ્ય તે પ્રમાણે વર્તવું. ટl (૫) મધ અને ઘી કહેલાં હોય, તે સમભાગે ન લેતાં ઓછાવત્તાં લેવાં. શંખાવલી ચૂર્ણ. | શંખાવલીને સંસ્કૃતમાં શંખપુષ્પી, હિંદીમાં કોડીઆલી કે શંખાહલી કહે છે. કૂલના રંગ પરથી તેની ધોળી, લીલી અને ભૂરી એવી ત્રણ જાતો પડે છે. એમાંથી ધોળાં ફૂલવાળી શંખાવલી લઈ, તેને સુકવીને ચૂર્ણ કરવું. આ ચૂર્ણ બે આની ભાર સવારસાંજ ગાયના દૂધ સાથે લેવું. એક સપ્તાહથી પંદર દિવસમાં તેની અસર જણાવા લાગે છે. આશરે બે માસ સુધી આ પ્રયોગ ચાલુ રાખવાથી સ્મૃતિ ઘણી તીવ્ર બને છે, યોગ તરંગિણિમાં શંખપુષ્પીના ગુણો વર્ણવતાં કહ્યું છે કે :૨ શંખપુષ્પી આયુષ્યને દેનારી, રોગનો નાશ કરનારી, બલ, બગ્નિ, વર્ણ અને સ્વરને વધારનારી, બુદ્ધિવર્ધક તથા પવિત્ર હોઈ રસાયન ઔષધિ છે; તેનું વિશેષ પ્રકારે સેવન કરવું. બ્રાહ્મી - રસપાન. ૧. પ્રાચીન લોકો બ્રાહ્મીને સોમવલ્લી કે સરસ્વતી પણ કહેતા. તેનો એક પ્રકારે મંડૂકપર્ણા નામથી ઓળખાય છે. આ બન્ને પ્રકારો પ્રયોગ માટે ઉપયોગી છે. તે ૨. રોજ સવારમાં બે થી ત્રણ તોલા જેટલો બ્રાહ્મીનો રસ પીવો. આ પ્રયોગ ત્રણ માસમાં ઈષ્ટફલને આપે છે. ખોરાકમાં તેલ-મરચાં ઓછામાં ઓછાં વાપરવાં." ત્રણ દિવસ સુધી નિરાહાર રહીને માત્ર મંડૂકપર્ણીનો રસ પીવો. ત્યારબાદ ત્રણ દિવસ માત્ર દૂધ પર રહેવું. એનું પરિણામ શીધ્ર આવે છે. ૪. વમન-વિરેચનથી શુદ્ધ થયા પછી સવારમાં શક્તિ મુજબ બ્રાહ્મીનોરસ પીવો. જ્યારે એ પચી જાય ત્યારે ત્રીજે પહોરે દૂધ લેવું. આ આ રીતે સાત દિવસ સુધી કરવાથી બુદ્ધિ તેજસ્વી થાય છે. એ પ્રયોગ એક સપ્તાહ વધારે લંબાવવાથી નવા ગ્રન્થો બનાવવાથી શક્તિ આવે છે, તથા ત્રીજુ સપ્તાહ ચાલુ

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218