Book Title: Sachitra Sarth Samayika Chaityavandan Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન આજથી ૧૬ વર્ષો પૂર્વે જન સાહિત્ય વિકાસ મંડળે શ્રી પંચ પ્રતિક્રમણુસૂત્ર પ્રબોધટીકાનુસારી બહાર પાડી તેની હજારે ન છપાવી સકલ શ્રીસંઘમાં તેનો પ્રચાર કર્યો હતો અને શ્રીસંઘે તેને અતિઆદર પૂર્વક સ્વીકાર કર્યો હતે. આ શુદ્ધસંકલને ઘણું ઘણું અશુદ્ધિઓનું પરિમાર્જન કર્યું હતું, વર્ષોથી પ્રતિક્રમણ સૂત્રોમાં દાખલ થઈ ગયેલી અશુદ્ધિઓને જહેમતભર્યા સંશોધનને અંતે દૂર કરી હતી અને તદનુસાર સૂત્રોના અને સુસંગત બનાવ્યા હતા. આ બધી તેની સુવિશેષતા એ હતી. આ પુસ્તકમાંથી સામાયિક અને ચૈત્યવંદનને ભાગ જુદે પાડી તેને સસ્તી કિંમતે આપવામાં આવે તે ધાર્મિક શિક્ષણના અભ્યાસીઓ તથા તે શિક્ષણમાં રસ લેનાર વ્યક્તિઓને તે ઉપયોગી થઈ પડે એવાં વારંવાર સૂચને થવાથી તે પુસ્તકમાંથી સામાયિક અને ચૈત્યવંદનને ભાગ જુદો પાડીને આજથી ૧૩ વર્ષ પૂર્વે તેને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવ્યો અને તેમાં સુંદર પ્રાસંગિક ચિત્રો ખાસ તૈયાર કરાવીને દાખલ કરવામાં આવ્યા. શ્રી પ્રતિક્રમણુસૂત્ર પરની પ્રબોધટીમામ સૂત્રોની જે પાઠશુદ્ધિ તથા અર્થશુદ્ધિ રહેલી છે, તે ધાર્મિક શિક્ષણમાં યોગ્ય સ્થાન પામે તથા જેન સંધ તેનાથી સુપરિચિત થાય, એ હેતુથી પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. આ પુસ્તકમાં દરેક સૂત્રનું મૂળ નામ તેને મથાળે મોટા અક્ષરોમાં આપવામાં આવ્યું અને પ્રચલિત નામ નીચે કૌંસમાં દર્શાવવામાં આવ્યું. પછી સંશોધિત મૂળપાઠ આપવામાં આવ્યું. તે પછી બે ટેલમમાં શબ્દાર્થ આપવામાં આવ્યો અને જ્યાં તેને લાક્ષણિક કે તાત્પયર્થ જણાવવાની જરૂર જણાઇ, ત્યાં બીજો અર્થ આપીને તેમ કરવામાં આવ્યું. પછી શુદ્ધ ગુજરાતીમાં અર્થસંકલની આપવામાં આવી અને છેવટે સૂત્રપરિચય આપવામાં આવ્યા. તેમાં પ્રસ્તુત સૂત્ર કયારે કેવા હેતુથી બોલાય છે, તે દર્શાવ્યું, અને જ્યાં તેના સંબંધમાં અમુક સંપ્રદાય કે કિંવદન્તી પ્રવર્તે છે, ત્યાં તેવા. સ્વરૂપે તેની રજુઆત કરવામાં આવી. વળી કેટલાક સૂત્રપરિચય પછી. સરલ ભાષામાં ટુંકી પ્રશ્નોત્તરી પણ આપવામાં આવી કે જે સૂત્રને વિષય સ્પષ્ટ કરવા માટે અત્યન્ત ઉપયોગી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 98