Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 8
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ માણસો હવે તેમ કરવા લાગ્યા, પણ થોડા દિવસ થયા ને ફરીથી અપચો શરૂ થયો. એટલે સહુ કહે, ‘ચાલો રિખવદેવ પાસે. એમના સિવાય આપણું કોણ છે ?’ સહુ રિખવદેવ પાસે આવ્યા અને કહ્યું : ‘ભગવાન ! આપના કહ્યા પ્રમાણે કર્યું, પણ પાછું ખાધેલું અનાજ પચતું નથી.' રિખવદેવ કહે, “પલાળેલા અનાજને મૂઠીમાં રાખો ને પછીથી ખાજો.’ માણસો કહે, ‘હાશ ! હવે નિરાંત થઈ.' પણ થોડા દિવસ થયા ને ફરી પાછો અપચો થવા લાગ્યો. હવે કરવું શું ? સહુ વિચારમાં પડ્યા. એવામાં થયો પવન ! શું પવન ! શું પવન ! સામસામી ઝાડની મોટી ડાળો અથડાય ને જબ્બર કડાકા થાય. જ્યાં જુઓ ત્યાં વા ને વંટોળિયો. જ્યાં જુઓ ત્યાં ડાળીઓના કડાકાભડાકા, એમ ઝાડની ડાળો ખૂબ ઘસાઈ એટલે થયો દેવતા. એ તો ભડભડાટ સળગવા લાગ્યો. ભોળા બિચારા માણસો કહે, “અલ્યા ! આ કાંઈક જોવા જેવું આવ્યું. કેવું રૂપાળું ઝગે છે ! ચાલો એને ઉપાડી લઈએ.’ જ્યાં લેવાને હાથ લંબાવ્યા ત્યાં તો હાથ દાઝ્યા. ‘ઓય બાપ રે, આ તો બહુ ખરાબ !' એમ કહીને સહુ બૂમ પાડવા લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36