Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ તીર્થંકર શ્રી ઋષભદેવ તે બાળાનું નામ સુનંદા. નાભિ કુળકર કહે : ‘કન્યા બહુ સારી છે. રિખવને પરણાવીશું. આ એક સુનંદા ને બીજી એક સુમંગળા.’ રિખવદેવને પરણાવવાની ધામધૂમ ચાલી. બધી તૈયારીઓ થઈ ગઈ ને રિખવદેવ સુનંદા તથા સુમંગળાને પરણ્યા. સઘળે જેજેકાર થઈ રહ્યો. સહુ આનંદમાં વખત પસાર કરવા લાગ્યા. હવે સુમંગળાને થયું એક પુત્રપુત્રીનું જોડલું. એમનાં નામ પાડ્યાં ભરત અને બ્રાહ્મી. સુનંદાને પણ થયું એક પુત્રપુત્રીનું જોડલું. એમનાં નામ પાડ્યાં બાહુબળી ને સુંદરી. સુમંગળાને બીજા પણ ઘણા પુત્રો થયા. આ વાતનેય વર્ષો વીતી ગયાં. હવે તો અમૃત જેવાં ફળોયે ઘટી ગયાં ને અમૃત જેવાં પાણીયે ઓછાં થઈ ગયાં. માણસો પાંદડાં, ફળફૂલ ને જંગલમાં ઊગેલું અનાજ ખાય, પણ એ અનાજ પચે નહિ. અનાજ ખાય અને દુઃખી થાય. એક દિવસ બધા રિખવદેવ પાસે આવીને કહેવા લાગ્યા : દેવ ! કોઈ ઉપાય બતાવો. અમને ખાધું કાંઈ પચતું નથી.' * રિખવદેવ કહે, ‘અનાજને હાથથી મસળો, પાણીમાં પલાળો ને પડિયામાં લઈને ખાઓ, તો અપચો નહિ થાય.’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36