Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 24
________________ ૨૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૧ . . . . . . અલ્યા, કહેજે તારા રાજાને. શરીર દઈશું પણ સ્વમાન નહીં દઈએ. લડવું હોય તો લડવા આવે. અમે પણ હાથ બતાવીશું.” - દૂત તો બિચારો ડરી ગયો. ભરતદેવને આવીને કહે, બાપુજી, લડવાનું માંડી વાળો. બાહુબલી આગળ કાંઈ વળવાનું નથી.” - રાજા ભરત શૂરો હતો. છ ખંડનો વિજેતા હતો. એમ તે કાંઈ ડર ! તે બોલ્યો : “છ, બાયલા હોય તે ડરી જાય. વીર પુરુષો ડરતા હશે ?” લશ્કરને હુકમ દીધોઃ “થઈ જાવ તૈયાર. તક્ષશિલા તરફ કૂચ કરવાની છે.” ધ્રુસકે ધ્રુસક ઢોલ વાગ્યાં. ગડગડગડ નોબતો ગગડી. રણભૂમિનાં રણશિંગાં વાયાં. ફર ફર ફર નિશાન ફરકયાં. ચમક ચમક તલવારો ચમકી. ઝનક ઝનક ભાલા ઝળક્યા. કોઈ ઘોડા પર તો કોઈ હાથી પર. કોઈ સાંઢણી પર તો કોઈ પૈદલ, આખું લશ્કર તૈયાર થઈ ગયું. | ડંકો દેવાયો ને લશ્કર ઊપડ્યું. દડમજલ દડમજલ કૂચ કરતું તક્ષશિલા પાસે આવી પહોંચ્યું. કોટની બહાર પડાવ નાખ્યો. બાહુબલી પણ લશ્કર લઈ નગર બહાર આવ્યો. સાથે મદઝરતા માતંગ લાવ્યો. તેજીલા ઘોડા લાવ્યો. શૂરા સૈનિકો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36