Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005439/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૧ તીર્થંકર શ્રી ઋષભદેવ ભરત - બાહુબલી /STON VVAV avu VVVAVA VT જયભિખુ AAAAA Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી મુક્તાબેન જયંતિલાલ ગાંધી અને શ્રી જયંતિલાલ પાનાચંદ ગાંધી (ત્રાપજવાળા) તરફથી સપ્રેમ ભેટ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ [કુલ પુસ્તક ૧0]. ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થંકર શ્રી મહાવીર, તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આદ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી યૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુન માળી, ચંદનમલયાગિરિ મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જન બાલગ્રંથાવલિઃ શ્રેણી ૧ - પુ.૧ તીર્થકર શ્રી વૃષભદેવ ભરત-બાહુબલી સંપાદક જયભિખ્ખ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-1 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-94-4 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિ સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ -૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગૂર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, | રતનપોળ નાક સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ | ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ગ્નિા ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી ઋષભદેવ ઘણા જૂના જમાનાની વાત છે. જ્યારે આ દેશમાં નહોતાં ગામનગર કે નહોતાં પુરપાટણ. સઘળે લીલી કુંજાર ઝાડી. જ્યાં જુઓ ત્યાં અમૃત જેવાં મીઠાં ફળ. જ્યાં જુઓ ત્યાં અમૃત જેવાં પાણી. માણસો આવાં અમૃતફળ ખાય ને મીઠાં પાણી પીએ, જંગલમાં હરે ફરે અને મજા કરે. નહિ કોઈને કજિયો કે નહિ કોઈને કંકાસ. લોકો જંગલમાં એમ હરેફરે છે અને મજા કરે છે. એવામાં આવ્યા હાથીભાઈ. એમની સાથે એક માણસને થઈ દોસ્તી. એટલે દરરોજ તે હાથી પર ચડે ને જંગલમાં ફરે. એ માણસનું નામ વિમળવાહન. કાળનો મહિમા અજબ છે. ધીમે ધીમે ફળફૂલાદિ થયાં ઓછાં ને માણસોએ માંડ્યું લડવા. એક કહે કે મારું ઝાડ. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ એક કહે કે એનાં ફળ હું લઉં. બીજો કહે કે એનાં ફળ હું લઉં. એવામાં નીકળ્યા વિમળવાહન. તે હાથી પર બેઠા છે અને દેવ જેવા શોભે છે. માણસો લડતાં લડતાં એમની પાસે ગયા અને કહ્યું : “બાપજી ! અમારી તકરાર પતાવો.’ વિમળવાહન કહે : “આ ઝાડ તમારું ને આ ઝાડ પેલાનું. જાઓ, કોઈ લડશો મા ! ખાઓ, પીઓ ને મોજ કરો !’ વિમળવાહન આ ટોળાના – કુળના સ્વામી થયા એટલે કુળકર કહેવાયા. આ વાતને વર્ષો વીતી ગયાં. કુળકર વિમળવાહન ગુજરી ગયા ને તેમની છ પેઢીઓ પણ ચાલી ગઈ. સાતમી પેઢીએ થયા નાભિ કુળક૨. તેમની પત્નીનું નામ મરુદેવા. તેમને રૂપરૂપના અંબાર ને કંચન જેવી કાયાવાળો એક દીકરો જન્મ્યો. તેનું નામ રિખવદેવ. તે લાડેકોડે ઊછરે છે ને મોટો થાય છે. એક દિવસ એક બાળા વનમાં ફરી રહી છે. સ્વર્ગની દેવી જેવી દેખાવડી, પણ નથી બિચારીને મા કે નથી બિચારીને બાપ ! બીજા માણસો તેને રખડતી જોઈને લાવ્યા નાભિ કુળકર પાસે. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી ઋષભદેવ તે બાળાનું નામ સુનંદા. નાભિ કુળકર કહે : ‘કન્યા બહુ સારી છે. રિખવને પરણાવીશું. આ એક સુનંદા ને બીજી એક સુમંગળા.’ રિખવદેવને પરણાવવાની ધામધૂમ ચાલી. બધી તૈયારીઓ થઈ ગઈ ને રિખવદેવ સુનંદા તથા સુમંગળાને પરણ્યા. સઘળે જેજેકાર થઈ રહ્યો. સહુ આનંદમાં વખત પસાર કરવા લાગ્યા. હવે સુમંગળાને થયું એક પુત્રપુત્રીનું જોડલું. એમનાં નામ પાડ્યાં ભરત અને બ્રાહ્મી. સુનંદાને પણ થયું એક પુત્રપુત્રીનું જોડલું. એમનાં નામ પાડ્યાં બાહુબળી ને સુંદરી. સુમંગળાને બીજા પણ ઘણા પુત્રો થયા. આ વાતનેય વર્ષો વીતી ગયાં. હવે તો અમૃત જેવાં ફળોયે ઘટી ગયાં ને અમૃત જેવાં પાણીયે ઓછાં થઈ ગયાં. માણસો પાંદડાં, ફળફૂલ ને જંગલમાં ઊગેલું અનાજ ખાય, પણ એ અનાજ પચે નહિ. અનાજ ખાય અને દુઃખી થાય. એક દિવસ બધા રિખવદેવ પાસે આવીને કહેવા લાગ્યા : દેવ ! કોઈ ઉપાય બતાવો. અમને ખાધું કાંઈ પચતું નથી.' * રિખવદેવ કહે, ‘અનાજને હાથથી મસળો, પાણીમાં પલાળો ને પડિયામાં લઈને ખાઓ, તો અપચો નહિ થાય.’ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ માણસો હવે તેમ કરવા લાગ્યા, પણ થોડા દિવસ થયા ને ફરીથી અપચો શરૂ થયો. એટલે સહુ કહે, ‘ચાલો રિખવદેવ પાસે. એમના સિવાય આપણું કોણ છે ?’ સહુ રિખવદેવ પાસે આવ્યા અને કહ્યું : ‘ભગવાન ! આપના કહ્યા પ્રમાણે કર્યું, પણ પાછું ખાધેલું અનાજ પચતું નથી.' રિખવદેવ કહે, “પલાળેલા અનાજને મૂઠીમાં રાખો ને પછીથી ખાજો.’ માણસો કહે, ‘હાશ ! હવે નિરાંત થઈ.' પણ થોડા દિવસ થયા ને ફરી પાછો અપચો થવા લાગ્યો. હવે કરવું શું ? સહુ વિચારમાં પડ્યા. એવામાં થયો પવન ! શું પવન ! શું પવન ! સામસામી ઝાડની મોટી ડાળો અથડાય ને જબ્બર કડાકા થાય. જ્યાં જુઓ ત્યાં વા ને વંટોળિયો. જ્યાં જુઓ ત્યાં ડાળીઓના કડાકાભડાકા, એમ ઝાડની ડાળો ખૂબ ઘસાઈ એટલે થયો દેવતા. એ તો ભડભડાટ સળગવા લાગ્યો. ભોળા બિચારા માણસો કહે, “અલ્યા ! આ કાંઈક જોવા જેવું આવ્યું. કેવું રૂપાળું ઝગે છે ! ચાલો એને ઉપાડી લઈએ.’ જ્યાં લેવાને હાથ લંબાવ્યા ત્યાં તો હાથ દાઝ્યા. ‘ઓય બાપ રે, આ તો બહુ ખરાબ !' એમ કહીને સહુ બૂમ પાડવા લાગ્યા. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી ઋષભદેવ و . . .ن.ت. બૂમ પાડતાં પાડતાં ગયા રિખવદેવ પાસે અને કહેવા લાગ્યા બાપજી ! જંગલમાં કોઈ ભૂત આવ્યો છે. તે બધાને બહુ હેરાન કરે છે. માટે એનું કાંઈ કરો.' રિખવદેવ કહે, “એને હાથથી અડશો મા. એની આસપાસથી ઘાસ કાઢી નાખજો ને તેના પર લાકડાં ધરજો. એવાં લાકડાં એકઠાં કરજો અને તમારું પલાળેલું અનાજ એનાથી રાંધજો. એ અનાજ ખાશો તો અપચો નહિ થાય.” માણસો સહુ જંગલમાં આવ્યા ને ઘાસ કર્યું દૂર. ધીમે ધીમે સળગતાં લાકડાં એકઠાં કર્યા ને બનાવ્યું મોટું તાપણું. પછી પલાળીને પોતાની મૂઠીમાં રાખેલાં અનાજ તાપણામાં નાખ્યાં. અને રાંધવાની રાહ જોતા બેઠા, પણ અનાજ તે એમ રંધાતાં હશે ? થોડી વારમાં બધું બળીને ખાખ થયું. પાછું તે શું મળે ? - માણસો કહે, ‘આ તો અલ્યા બહુ ભૂંડો ! જેટલું આપીએ છીએ તેટલું ખાઈ જાય છે, ને પાછું તો કાંઈ પણ આપતો નથી !” સહુ નિરાશ થઈને આવ્યા રિખવદેવ પાસે. રિખવદેવ હાથી પર બેઠા છે ને દેવ જેવા શોભે છે. તેમણે કહ્યું : “લાવો માટીનો લીલો પિંડો.” થોડી વારમાં પિંડો આવ્યો. રિખવદેવે તે પિંડો હાથીના માથા પર મૂક્યો ને તેનાં સુંદર મજાનાં વાસણો બનાવ્યાં. એ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૧ વાસણો માણસોને બતાવીને કહ્યું: ‘આવાં વાસણો બનાવો ને તેમાં અનાજ રાંધો.' સહુએ હવે તેમ કરવા માંડ્યું. માણસો વાસણમાં રાંધે છે ને ખાય છે, પણ હવે વાસણો રાખવાં ક્યાં ? હવે તો પહેલાંનાં જેવાં શરીર પણ રહ્યાં નહિ. રાતવરત જંગલી જનાવરોના હુમલા થાય ને રક્ષણ કરવું પણ ભારે પડે. રિખવદેવે વિચાર્યું : “આમને હવે ઘર વિના નહિ ચાલે, માટે ઘર બાંધતાં શીખવું.” એટલે થોડા માણસોને બોલાવ્યા ને ઘર બાંધતાં શીખવ્યું. ત્યારથી માણસો ઘર બાંધીને જંગલમાં રહેવા લાગ્યા. પણ ઘર તે એમ ને એમ શોભે ? કાંઈક ચિતરામણ હોય તો ઠીક. શ્રી રિખવદેવે એથી કેટલાક માણસોને ચીતરતાં શીખવ્યું. પણ થોડા દિવસો ગયા ને બીજી ચિંતા ઊભી થઈ ! માણસોને નાગાં રખડતાં શરમ લાગી. તેમણે વિચાર્યું કે શરીર ઢાંકવા માટે કાંઈક હોય તો સારું, એથી ટાઢતાપ પણ ઓછાં લાગે. શ્રી રિખવદેવે જાણ્યું કે હવે માણસોને કપડાં વિના નહિ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી ઋષભદેવ ચાલે, એટલે થોડાને બોલાવીને ઝાડની છાલનાં કપડાં બનાવતાં શીખવ્યું. આમ ધીમે ધીમે રિખવદેવે લોકોને કળા શીખવી, પણ હવે માણસોનાં મન થયાં મેલાં. જ્યાં જુઓ ત્યાં કજિયો ને જ્યાં જુઓ ત્યાં લડાઈ. છેવટે માણસો લડી લડીને કંટાળે અને આવે રિખવદેવ પાસે. એક દિવસ કેટલાક માણસોએ આવીને કહ્યું : “દેવ ! હવે તો આ કજિયા-કંકાસ માટે એવું કરો તો સારું. કોઈ કોઈનું માનતું નથી અને હંમેશાં લડાઈ-ટંટા ચાલે છે.” રિખવદેવ કહે, “રાજા હોય તો આ બધું મટે.” માણસો કહે, “તમે અમારા રાજા.' રિખવદેવ કહે, “પિતાની રજા સિવાય રાજા ન થવાય. તમે પિતાજી પાસે જઈને વિનંતી કરો. એ કહે તેમ કરીશ.' આથી બધા નાભિ કુળકર પાસે આવ્યા ને વિનંતી કરી. નાભિ કુળકર કહે, “ભલે, રિખવદેવ તમારો રાજા થશે.” પિતાની રજાથી રિખવદેવ રાજા થયા. તેઓ સહુથી પહેલા રાજા થવાથી આદિનાથ કહેવાયા. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ અત્યાર સુધી લોકો જંગલમાં છૂટાછવાયા રહેતા, પણ રિખવદેવ રાજા થયા એટલે એક સુંદર શહેર વસ્યું. શહેરના ફરતો મજબૂત કોટ થયો. અંદર મોટાં મોટાં મકાનો ને મોટી મોટી શેરીઓ બની. મોટી મોટી બજારો બંધાઈ ને મોટા મોટા ચોક બન્યા. આ પ્રમાણે ઠેર ઠેર ગામ વસ્યાં, ને પુરપાટણ થયાં. જોતજોતાંમાં દેશમાં સઘળે સુધારો ફેલાયો. હવે તો લોકો હાથથી ખેતી કરે અને અનાજ પકવે, પણ હાથથી તે ખેતી કેટલો વખત થાય ? એટલે શ્રી રિખવદેવે લોકોને ગાય, ભેંસ, ઘોડા ઇત્યાદિ જંગલમાં રહેતાં જનાવરોને પાળતાં શીખવ્યું. લોકો જનાવર પાસે ખેતી કરાવવા લાગ્યા, ને ગાય, ભેંસ પાસેથી દૂધ પણ મેળવવા લાગ્યા. જનાવરની મદદથી ખેતી ખૂબ થવા લાગી, ને પાક પણ ખૂબ થવા લાગ્યો. પછી એકબીજામાં માલની લેવડદેવડ થઈ ને વેપાર શરૂ થયો. વેપાર પણ જોતજોતાંમાં ઘણો વધ્યો. આ પ્રમાણે બધી જાતનો સુધારો શ્રી રિખવદેવે દાખલ કર્યો. એથી તેઓ આજની માનવજાતિના પ્રથમ સુધારક ગણાય છે. આદિનાથ રાજપાટ ભોગવે છે ને આનંદ કરે છે. એવામાં એમને વિચાર આવ્યો કે લોકોને મેં કળાઓ તો શીખવી, પણ ધર્મ નથી શીખવ્યો; માટે ધર્મ શીખવું. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી ઋષભદેવ કરી :**** | તીર્થકર શ્રી ઋષભદેવ ધર્મની શરૂઆત દાનથી થાય, એટલે રાજમહેલ દાનશાળા માંડી. એક વર્ષ સુધી અઢળક દાન દીધું. પછી એમણે પોતાના બધા પુત્રોને જુદા જુદા દેશનું રાજ્ય સોંપી દીધું ને પોતે બધો વૈભવ છોડી તદ્દન સાદું જીવન શરૂ કર્યું. તદ્દન સાદું જીવન ગાળનારને સાધુ કહેવાય. મતલબ કે શ્રી રિખવદેવ સાધુ થયા. એમના શરીર પર એક જ વસ્ત્ર. માથું ને પગ ખુલ્લાં. ન ગણે ટાઢ કે ન ગણે તડકો. બસ, જ્યારે જુઓ ત્યારે ધ્યાનમાં tal For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૧ . . . . . . જ રહે ! ભિક્ષા લેવા જાય, પણ માણસો જાણે નહિ કે તેમને શું અપાય ! કોઈ કહે, ‘આ ઘરેણાં લો !' કોઈ કહે, “આ કન્યા લો !' પણ સાધુને એ શું કામનો ? એમ કરતાં વરસ એક વીતી ગયું. રિખવદેવ ફરતાં ફરતાં હસ્તિનાપુર આવ્યા. લોકોના ટોળેટોળાં એમનાં દર્શન કરવા ઊમટી પડ્યાં ને પોતાને ઘેર ભોજન લેવાનાં નોતરાં દેવા લાગ્યાં, પણ રાજા રિખવદેવમાંથી સાધુ બનેલા ઋષભદેવ કશું બોલ્યા નહિ. એમ કરતાં આવ્યા શ્રેયાંસકુમારના મકાન આગળ. શ્રેયાંસકુમાર રિખવદેવના પુત્ર બાહુબલીના પૌત્ર થાય. લોકો ચારે બાજુએ ટોળે મળ્યાં છે ને કોલાહલ થાય છે. શ્રેયાંસકુમારે આ કોલાહલ સાંભળી છડીદારને કહ્યું : “બહાર જઈને તપાસ કર તો ! આટલો બધો અવાજ શેનો થાય છે ? છડીદારે બહાર જઈને તપાસ કરી, અને પાછા આવીને જણાવ્યું : “મહારાજ, શ્રી ઋષભદેવ ભગવાન, જે આપના વડદાદા છે તેઓ, પધાર્યા છે. તેમની આસપાસ લોકોનાં ટોળેટોળાં મળ્યાં છે. અને એથી આટલો બધો અવાજ થાય છે.” શ્રેયાંસકુમાર આ સાંભળી એકદમ દોડ્યા ને પ્રભુના For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી ઋષભદેવ ૧૩ પગમાં માથું મૂકી દીધું. તેમનું હૈયું ભક્તિ અને આનંદથી ઊભરાઈ ગયું. આનંદના ઊભરામાં વિચાર કરતાં કરતાં તેમને ખબર પડી કે સાધુને કેવી ભિક્ષા અપાય. આ વખતે શ્રેયાંસકુમારને ત્યાં શેરડીનો રસ આવેલો હતો. તેમણે ત્યાગી ઋષભદેવને વિનંતી કરી કે “ભગવાન, મારે ત્યાંથી ભિક્ષા લઈ મને પાવન કરો. આપને લેવા લાયક આ શેરડીનો રસ તૈયાર છે.” આ સાંભળી શ્રી ઋષભદેવે પોતાના બે હાથ લાંબા કર્યા. હાથ એ જ તેમનું વાસણ હતું. આમ એક વરસની આખરે શ્રેયાંસકુમારે શ્રી ઋષભદેવને શુદ્ધ ભિક્ષા આપી. શ્રી ઋષભદેવે એનાથી પારણું કર્યું. એટલે સઘળા લોકો હરખાયા. તેમણે બધાએ શ્રેયાંસકુમારને ધન્યવાદ આપ્યા ને કહેવા લાગ્યા, “ધન્ય આવા સુપાત્રને ! ધન્ય આવા દાન દેનારને !' આદિનાથ ભગવાન આ પ્રમાણે ઘણું ફર્યા. ફરતાં ફરતાં તેમને દુનિયાનું સાચું અને પૂરું જ્ઞાન એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે લોકોને ઉપદેશ આપ્યો : પોતાની ભૂલો સુધારી જીવનને પવિત્ર બનાવવું. “કોઈ જીવને મારવો નહિ. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ‘સહુ સાથે હેતથી વર્તવું. ‘જૂઠું બોલવું નહિ. ચોરી કરવી નહિ. ‘શિયળવ્રત પાળવું. “સંતોષથી રહેવું. વ્યસનો પાડવાં નહિ. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ ‘સંતોની સેવા કરવી,' વગેરે. ઘણા લોકો આ ધર્મ પાળવા લાગ્યા. જે લોકો ઉપર કહેલો ધર્મ પાળવા લાગ્યા તેમનો એક સંઘ સ્થાપ્યો. એ સંઘ તીર્થ પણ કહેવાય છે. તેથી આદિનાથ પહેલા તીર્થ કરનાર એટલે તીર્થંકર થયા. આવી રીતે ઘણો વખત ઉપદેશ આપીને તેઓ નિર્વાણ પામ્યા. આજે પણ લોકો સવા૨માં ઊઠી તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું સ્મરણ કરે છે. શ્રી ઋષભદેવનાં ઘણાં તીર્થો છે : શત્રુંજય, આબુ, રાણકપુર, કેશરિયાજી, ઝઘડિયાજી વગેરે. બોલો ઋષભદેવ ભગવાનકી જે ! બોલો શ્રી આદીશ્વર દેવકી જે ! ન્ય For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી ઋષભદેવ ૧૫ ભગવાન ઋષભદેવ - કેટલીક વિગતો ભગવાન શ્રી ઋષભદેવના પૂર્વભવ i x I wig v ૧. ધન્ના સાર્થવાહ (શ્રેષ્ઠી) ૨. ઉત્તર કુરુક્ષેત્રમાં મનુષ્ય સૌધર્મ કલ્પમાં દેવરૂપે મહાબલ (તબલ રાજાના પુત્ર) લલિતાંગ દેવ ૬. સમ્રાટ વજજંઘ યુગલ ૮. સૌધર્મ કલ્પમાં દેવ જીવાનન્દ વૈદ્ય ૧૦. અય્યત દેવલોક ૧૧. સમ્રાટ વજનાથ ૧૨. સર્વાર્થ સિદ્ધ ૧૩. શ્રી ઋષભદેવ : કાત o For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧.૧ -~- અપાયાવિ બી : માતા મરુદેવીને આવેલાં સ્વપ્ન ૧. હાથી, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. લક્ષ્મી, ૫. પુષ્પમાલા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધજા, ૯, કુંભ, ૧૦, પદ્મસરોવર, ૧૧. ક્ષીરસમુદ્ર, ૧૨. વિમાન, ૧૩. રત્નરાશિ, ૧૪. નિધૂમ અગ્નિ. એક ઝલક માતા - મરુદેવા પિતા નાભિ નગરી - વિનીતા (અયોધ્યા) વશ ઈક્વાકુ કશ્યપ ચિહ. વૃષભ વર્ણ સ્વર્ણ શરીરની ઊંચાઈ ૫૦૦ ધનુષ્ય યક્ષ ગોમુખ યક્ષિણી ચક્રેશ્વરી કુમારકાળ ૨૦ લાખ પૂર્વ રાજ્યકાળ - ૬૩ લાખ પૂર્વ છદ્મસ્થકાળ - ૧૦૦૦ વર્ષ કુલ દીક્ષાપર્યાય ૧ લાખ પૂર્વ આયુષ્ય - ૮૪ લાખ પૂર્વ ગોત્ર For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી ઋષભદેવ પંચ કલ્યાણક તિથિ ચ્યવન જેઠ વદ ૪ જન્મ ફાગણ વદ ૮ સ્થાન નક્ષત્ર સર્વાર્થસિદ્ધથી ઉત્તરાષાઢા અયોધ્યાનું અરણ્ય ઉત્તરાષાઢા અયોધ્યાનું અરણ્ય ઉત્તરાષાઢા પુરિમતાલપુર ઉત્તરાષાઢા અષ્ટાપદપર્વત અભિજિત દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ ફાગણ વદ ૮ મહા વદ ૧૧ પોષ વદ ૧૩ સંઘ ભગવાનની વાણીથી ભગવાનના સંઘમાં ૮૪ હજાર શ્રમણ બન્યા, અને ૩ લાખ શ્રમણીઓ બની. ૩ લાખ ૫૦ હજાર શ્રાવક અને ૫ લાખ ૫૪ હજાર શ્રાવિકાઓ થઈ. શ્રી ઋષભદેવનાં પુત્ર અને પુત્રીઓનાં નામ ૧. ભરત, ૨. બાહુબલી, ૩. શંખ. ૪. વિશ્વકર્મા, ૫. વિમલ, ૬. સુલક્ષણ, ૭, અમલ, ૮. ચિત્રાંગ, ૯. ખાતકીર્તિ, ૧૦. વરદત્ત, ૧૧. દત્ત, ૧૨. સાગર, ૧૩. યશોધર, ૧૪. અવર, ૧૫. થવર, ૧૬. કામદેવ, ૧૭. ધ્રુવ, ૧૮. વત્સ, ૧૯. નન્દ, ૨૦. સૂર, ૨૧. સુનન્દ, ૨૨. કુરુ, ૨૩. અંગ, ૨૪. વંગ, ૨૫. કૌશલ, ૨૬. વીર, ૨૭. કલિંગ, ૨૮. માગધ, ૨૯. વિદેહ, ૩૦. સંગમ, ૩૧. દશાર્ણ, ૩૨. ગંભીર, ૩૩. વસુવર્મા, For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૧ هندونه ૩૪. સુવર્મા, ૩૫. રાષ્ટ્ર, ૩૬. સુરાષ્ટ્ર, ૩૭. બુદ્ધિકર, ૩૮. વિવિધકર, ૩૯. સુયશ, ૪૦. યશ-કીર્તિ, ૪૧. યશસ્કર, ૪૨. કીર્તિકર, ૪૩. સુષેણ, ૪૪. બ્રહ્મસણ, ૪૫. વિક્રાન્ત, ૪૬. નરોત્તમ, ૪૭. ચંદ્રસેન, ૪૮. મહસેન, ૪૯. સુસણ, ૫૦. ભાનુ, ૫૧. ક્રાન્ત, પર. પુષ્પયુત, પ૩. શ્રીધર, ૫૪. દુદ્વેષ, પપ. સુસુમાર, પ૬. દુર્જય, પ૭. અજયમાન, ૫૮. સુધર્મા, ૫૯. ધર્મસેન, ૬૦. આનંદઘન, ૬૧. આનંદ, ૬૨. નંદ, ૬૩. અપરાજિત, ૬૪. વિશ્વસેન, ૬૫. હરિષણ, ૬૬. જય, ૬૭. વિજય, ૬૮. વિજયન્ત, ૬૯. પ્રભાકર, ૭૦. અરિદમન, ૭૧. માન, ૭ર. મહાબાહુ, ૭૩. દીર્ઘબાહુ, ૭૪. મેઘ, ૭૫. સુઘોષ, ૭૬. વિશ્વ, ૭૭. વરાહ, ૭૮. વસુ, ૭૯. સેન, ૮૦. કપિલ, ૮૧. શૈલવિચારી, ૮૨. અરિંજય, ૮૩. કુંજરબલ, ૮૪. જયદેવ, ૮૫. નાગદત્ત, ૮૬. કાશ્યપ, ૮૭. બલ, ૮૮. વીર, ૮૯. શુભમતિ, ૯૦. સુમતિ, ૯૧. પદ્મનાભ, ૯૨. સિંહ, ૯૩. સુજાતિ, ૯૪. સંજય, ૯૫. સુનામ, ૯૬. નરદેવ,૯૭. ચિત્તહર, ૯૮. સુખર, ૯૯. દઢરથ, ૧OO. પ્રભજ્જન. પુત્રીઓ: ૧. બ્રાહ્મી, ૨. સુંદરી. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ભરત–બાહુબલી - અયોધ્યા નામે નગર છે. ભગવાન ઋષભદેવ ત્યાં રાજ્ય કરે. ત્યાંના લોકોને ભગવાને બધું શીખવ્યું છે. ખાવું કેમ ને પીવું કેમ, ઊઠવું કેમ ને બેસવું કેમ. કામ શીખવ્યું ને કળા શીખવી. રૂડો એવો ધર્મ શીખવ્યો. પછી થયા બધુ ત્યાગી સાધુ. ભગવાનને સો પુત્રો. ભરત સૌથી મોટા. બાહુબલી નાના. અયોધ્યાની ગાદી ભરતને આપી. તક્ષશિલા સોંપ્યું બાહુબલીને. બીજા ભાઈઓને બીજા દેશ સોંપ્યા. ભરતના રાજ્યમાં બધે આનંદ આનંદ. પ્રજાને કોઈ પીડે નહીં ને ભૂંડું કામ કરે નહીં. ચોર-લૂંટારાની બીક નહીં. ભરત રાજા ગરીબનો બેલી ને દુખિયાનો તારણહાર ભડવીર, પણ જેવોતેવો નહીં. તેણે કર્યો વિચાર : “લાવ બીજા દેશો જીતું ને રાજાઓનો પણ રાજા થાઉં. ચક્રવર્તી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧ કહેવાઉં.” તેણે મોટા મોટા હાથી લીધા. પાણીપથા ઘોડા લીધા. શૂરા એવા સૈનિકો લીધા. લાવલશ્કર લઈને નીકળી પડ્યો. ઘણા ઘણા દેશ જીત્યો. મોટા મોટા રાજાઓને હરાવ્યા. ઠેર ઠેર આણ વર્તાવી. છ ખંડ જીતી પાછો ફર્યો. ભરત રાજાને વિચાર આવ્યો. બધાને જીત્યા, બાકી રહ્યો બળિયો બાહુબલી, પણ તેને જીતવો શી રીતે ? બાહુબલી જેવો તેવો નહોતો. સિંહ જેવો બળવાન ને વાઘ જેવો વિકરાળ. જમ જેવા તો તેના હાથ. આવાને તે કેમ પહોંચાય ? કોઈથી ગાંજ્યો ન જાય. શત્રુઓ એનું નામ સાંભળે તો થથરી મરે. - ભરતને ડર પેઠો. હાર થાય તો આબરૂના કાંકરા જ થાયને ! આખી દુનિયાને જીતનારો નાના ભાઈથી હારે એ તે કેટલી શરમની વાત ! અને કદાચ જીત્યા તોયે શું ! લોકો કહેશે કે નાના ભાઈનું રાજ્ય પડાવી લીધું. આ તો સૂડી વચ્ચે સોપારી. ભરત રાજાએ બોલાવ્યો પ્રધાનને કહ્યું, “પ્રધાનજી ! પ્રધાનજી ! સાચી સલાહ આપો. અમારે આવ્યાં ધર્મસંકટ. એક બાજુ ચક્રવર્તી થવાનો મોહ. બીજી બાજુ સગો ભાઈ. કયે રસ્તે ચાલવું !' પ્રધાન કહે, “રાજાજી! નાના ભાઈને કહેવડાવો કે મોટા ભાઈની આજ્ઞા માનો. અમારે નથી જોઈતાં તમારાં રાજપાટ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ભરત–બાહુબલી કે નથી ચઢવું યુદ્ધ. માને તો ઠીક, ન માને તો કાંઈ ચક્રવર્તીપણું જવા દેવાય ?” રાજા ભરત કહે, “સાવ સાચી વાત. મને તમારા બોલ ગમે છે. દૂતને મોકલો.” તક્ષશિલાનો દરબાર છે. ભારે ઠાઠ છે. અદલ ન્યાય છે. કીડીને કણ ને હાથીને મણ મળે છે. ન કોઈ દુઃખી છે, ન કોઈ અસંતોષી છે. કામદેવની કાંતિથી દીપતા રાજા બાહુબલી શૂરા સામંતો વચ્ચે બેઠા છે. ત્યાં તો આવ્યો રાજા ભરતનો દૂત. વંદન કરી સંદેશ કહ્યો : “રાજાજી ! ભરત છે તમારા મોટા ભાઈ. બંને રીતે તમારે પૂજ્ય છે. માટે માનો એમની આજ્ઞા ને થાવ એમના સેવક.' બાહુબલી કહે, ‘આજ્ઞા ભગવાન ઋષભદેવની. ભરત મોટા ભાઈ ખરા, પણ સેવક થનારા બીજા. બાપનું, આપ્યું ભોગવીએ છીએ. અમારે વઢવુંય નથી, લડવુંય નથી. દૂત બોલ્યો : “રાજરાજેશ્વર ભરતે છ છ ખંડ જીત્યા છે. તમારા જેવાનો હિસાબ શો ? આજ્ઞા માનવી હોય તો માનો નહીંતર લડવા માટે તૈયાર રહેજો.” આ તો ભારે વાત ! વઢ, નહીં તો વઢવા દે જેવી ! બાહુબલી તો ક્રોધે ભરાયા. રાતી-પીળી આંખો થઈ. સિંહની પેઠે ગર્જા જોયા જોયા તારા રાજાને, જઈને કહેજે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૧ . . . . . . અલ્યા, કહેજે તારા રાજાને. શરીર દઈશું પણ સ્વમાન નહીં દઈએ. લડવું હોય તો લડવા આવે. અમે પણ હાથ બતાવીશું.” - દૂત તો બિચારો ડરી ગયો. ભરતદેવને આવીને કહે, બાપુજી, લડવાનું માંડી વાળો. બાહુબલી આગળ કાંઈ વળવાનું નથી.” - રાજા ભરત શૂરો હતો. છ ખંડનો વિજેતા હતો. એમ તે કાંઈ ડર ! તે બોલ્યો : “છ, બાયલા હોય તે ડરી જાય. વીર પુરુષો ડરતા હશે ?” લશ્કરને હુકમ દીધોઃ “થઈ જાવ તૈયાર. તક્ષશિલા તરફ કૂચ કરવાની છે.” ધ્રુસકે ધ્રુસક ઢોલ વાગ્યાં. ગડગડગડ નોબતો ગગડી. રણભૂમિનાં રણશિંગાં વાયાં. ફર ફર ફર નિશાન ફરકયાં. ચમક ચમક તલવારો ચમકી. ઝનક ઝનક ભાલા ઝળક્યા. કોઈ ઘોડા પર તો કોઈ હાથી પર. કોઈ સાંઢણી પર તો કોઈ પૈદલ, આખું લશ્કર તૈયાર થઈ ગયું. | ડંકો દેવાયો ને લશ્કર ઊપડ્યું. દડમજલ દડમજલ કૂચ કરતું તક્ષશિલા પાસે આવી પહોંચ્યું. કોટની બહાર પડાવ નાખ્યો. બાહુબલી પણ લશ્કર લઈ નગર બહાર આવ્યો. સાથે મદઝરતા માતંગ લાવ્યો. તેજીલા ઘોડા લાવ્યો. શૂરા સૈનિકો For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ભરત-બાહુબલી લાવ્યો. બહાદુર લડવૈયા લાવ્યો. સામસામાં બે સૈન્યો ગોઠવાઈ ગયાં. અધધધ ! કેટલા બધા માણસો ! જાણે મોટો માનવ-મહાસાગર ! રાજા બાહુબલીને વિચાર થયો : લડાઈ તો બે ભાઈ વચ્ચેની : મોટાઈ અમારે બેને જોઈએ ને નકામા પ્રજાના માણસોને શા માટે મારવા? બે જણા જાતે જ હિસાબ ચૂકવી લઈએ. એણે કહ્યું રાજા ભરતને મોટા ભાઈ ! આપણે માટે આ બધા કપાઈ મરે. લોહીની તો નિકો વહે. લોહીનો તો દરિયો વહે. કેટલું ખરાબ ! ચાલો આપણે બે જ લડીએ. ટંટાનો નિકાલ લાવીએ. રાજા ભરત કહે, સાચી વાત. વિચાર બહુ સુંદર છે. આપણે બે જ લડીએ. થયા તૈયાર. કચ્છ લગાવ્યા ને બાંયો ચઢાવી. બન્ને કહે, પહેલું કરીએ દૃષ્ટિયુદ્ધ. દૃષ્ટિયુદ્ધમાં આંખ મીંચાય નહીં ને મીટ મરાય નહીં. ટગર ટગર જોવાનું. પહેલી આંખ મીંચે તે હારે. દૃષ્ટિયુદ્ધ શરૂ થયું. આંખો ફાડી ઊભા રહ્યા. ન હાલે કે ન ચાલે. બહુ બહુ વાર થઈ. આંખો જરા ઝીણી થઈ. આંખો For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૧ જરા ભીની થઈ, ટપ ટપ પાણી ટપક્યું. તોય કોઈ મીંચે નહીં. હાર કોઈ ખમે નહીં. લાલચોળ આંખો થઈ. ફાટું ફાટું આંખો થઈ. ડોળા જાણે નીકળી પડશે. લોહીનાં જાણે ઝરણાં વહેશે. ભરત રાજા પહેલા થાક્યા. તેમની આંખ ઝંખવાઈ. તેમની આંખ મીંચાઈ. રાજા બાહુબલી જીત્યા. રાજા ભરત ખૂબ શરમાયા. કેટલી બધી નામોશી! હવે ચાલો નાદયુદ્ધ કરીએ. રાજા બાહુબલી કહે, “ભાઈ, પહેલો નાદ તમે કરો.” નાદ એટલે અવાજ. નાદ એટલે હોકારો. રાજા ભરતે હોકારો કર્યો, જાણે મોટો મેઘ ગાજ્યો. બાર મેઘ સાથે ગાજ્યા. આકાશમાં પડઘા પડ્યા. કાન બહેર મારી ગયા. બીજો નાદ વિર બાહુબલીએ કર્યો. તીણી એવી ચીસ પાડી. ધરતી તો ધ્રુજી ઊઠી. દશ દિપાળો ડોલી ઊઠ્યા. શૂરવીરનાયે હાંજા ગગડ્યા. બળિયો બંધવ બાહુબલી. બળિયો એનો હોકારો. રાજા ભરત આ વખતેય હાર્યો. રાજા ભરત હવે ચિડાયા. રગે રગે રીસ વ્યાપી. નસે નસે ઝેર વ્યાપ્યું. બબ્બે વખત હાર ! અરે, શું નાના ભાઈ મોટા ભાઈને – મને – છ ખંડના જીતનારને – હરાવશે? For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ભારત–બાહુબલી - - - - - ભરત રાજા ભાન ભૂલ્યા. તરત મોટો દંડ લીધો. જબ્બર રીતે દાંત પીસ્યા, કડાક કલાક કચ કચાવ્યા. ચક્કર ચક્કર દંડ ફેરવ્યો. આગળ ફેરવ્યો-પાછળ ફેરવ્યો. સણણ સણણ વામાં વીંઝયો. જોર કરી ફટકો માર્યો. બરાબર માથા ઉપર. બાહુબલી બેસી ગયો. ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયો. જેવો તેવો તો આ ઘાથી મરી જાય. બાહુબલીને કળ વળી. ફડાક લઈને ઊઠ્યો. બિહામણી એવી ડાંગ લીધી. આકાશમાં ભમાવી ને માથા ઉપર લગાવી. સજ્જડ એનો સપાટો. ભરત તો ભોંય ભેગો થઈ ગયો. તમ્મર આવ્યાં. લાલપીળાં દેખાવા લાગ્યાં. દુનિયા ઊંધીચત્તી દેખાવા લાગી. મરણતોલ માર ને શરમનો ભાર. ભરત દુઃખથી અર્ધા થઈ ગયો. તેણે ચક્ર હાથમાં લીધું, બાહુબલીને વીંધી નાખવા. યુદ્ધમાં એક નિયમ હોય છે. બન્નેની પાસે હોય તે જ હથિયાર વપરાય. ભરતે નિયમ તોડ્યો. ધર્મ ભૂલી ગયો. ચક્ર છોડ્યું. સર સર કરતું આવ્યું. પણ બાહુબલી હતો સગો ભાઈ. સગા ભાઈને ચક્ર મારે નહીં. ચક્ર તો બાહુબલીની ચારે તરફ આંટા દેવા લાગ્યું. ભરતે અધર્મ કર્યો. એવાને જીવતો ન મુકાય. બાહુબલી કહે, “મારી નાખું. એક જ મુક્કીએ પૂરો કરું.' મુક્કી કરી તૈયાર. હાથ ઊંચો કર્યો. મારવા જાય છે ત્યાં તો વિચાર For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ આવ્યો. અરે, આ શું? રાજના લોભમાં મોટાઈના મોહમાં સગા ભાઈને હશું? અમે કયા બાપના બેટા ? ધિક છે મને. મેં કુટુંબ બોળ્યું. ભલે મોટા ભાઈ સુખે રાજ ભોગવે. ભાઈથી વધુ કોણ ? ઉપાડેલી મુક્કી થોડી વાર ઊંચે તોળાઈ રહી. આ મુક્કીથી ભરતને ન મારું, પણ મારા મનના મોહને સંહારું! પિતા ઋષભદેવના પગલે પળું. સંપત, વૈભવ છાંડી ત્યાગી થાઉં. ને એ મુક્કીથી માથાના વાળ ચૂંટી કાઢ્યા. બન્યા મૂંડ ! રાજપાટ છાંડીને અડવાણે પગે ને ઉઘાડે માથે ચાલી નીકળ્યા. રાજા ભરતદેવ તો જોઈ જ રહ્યા. ધન્ય છે ભાઈ બાહુબલીને ! બાપનું નામ દીપાવ્યું. કુળમાં તું દીવો થયો. તું જીત્યો – હું હાર્યો. હવે રાજપાટ સ્વીકાર, ને મને છૂટો કર ! બાહુબલી કહે : “તું છ ખંડનો ધણી છે. પ્રજાનું રક્ષણ તારો ધર્મ છે. ન્યાયનીતિથી રહેજો. અમે તો ચાલ્યા.’ રાજા ભરતદેવે ઘણું સમજાવ્યો, પણ એ તો સાપની કાંચળીની જેમ તજી એ તજી. ભરત ખૂબ રડ્યો. પણ રડવાથી શું વળે ? ૨ચે કાંઈ બાહુબલી વ્રત છોડી દે ! ભરત કહે, સાચો વીર બાહુબલી, તેના જેવો કોઈ નહીં. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ભરત–બાહુબલી બાહુબલીના પુત્રને તક્ષશિલાની ગાદી આપી. ભરત ગયો અયોધ્યા. બાહુબલીને વિચાર થયોઃ ભગવાન ઋષભદેવની પાસે જાઉં. તેમની ચરણસેવા કરું, તેમના પગમાં માથું મૂકું, પ્રભુ મને ઉદ્ધારશે. ફરી પાછો વિચાર આવ્યો. હમણાં જવું ઠીક નથી. મારા નાના ભાઈઓ ત્યાં છે. તે તો ખૂબ જ્ઞાની છે. વળી તેઓ મારાથી પહેલાં ત્યાગી બન્યા છે, એટલે મારે વંદનીય છે. હું મોટો, નાનાને કેમ નમું ? ના, ના, અહીં રહીશું ને તપ કરીશું. બાહુબલીએ ઘોર તપ આરંભ્યાં. શરીર સુકાઈ ગયું છે, માથે જટા વધી છે. ચારે ગમ ઘાસ ઊગ્યું છે. માટીના તો ડુંગરા થયા છે. વગડાનાં પશુપંખીઓ આવે છે ને તેમને હેરાન કરે છે પણ બાહુબલી નથી હાલતા કે નથી ચાલતા. મૂંગા મૂંગા ધ્યાન કરે છે, સઘળાં દુઃખ સહન કરે છે, ન ખાવું કે ન પીવું. એમનો તો નિશ્ચય અટલ છે. હાથી જેવી કાયા થોડા દિવસમાં ગળી ગઈ. ભમરા જેવી આંખો, એમાં ઊંડા ખાડા પડ્યા. ભીમ જેવું શરીર, તે હાડકાંનો માળો થઈ ગયું, ચંદ્ર જેવું રૂપ પાણી પેઠે ઊડી ગયું. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ કોઈ ઓળખી ન શકે, કોઈ પિછાણી ન શકે. આકરું એમનું તપ છે. અડગ એમનું ધ્યાન છે. બાર બાર મહિના થયા. ત્રણસો સાઠ દિવસ ગયા તોય સાચું જ્ઞાન મળતું નથી. સાચી સિદ્ધિ સાંપડતી નથી. ભગવાન ઋષભદેવને ખબર પડી કે બાહુબલી તપ કરે છે. બાર બાર મહિના થયા, ત્રણસો સાઠ દિવસ ગયા તોય જ્ઞાન થતું નથી. સાચું જ્ઞાન મળતું નથી. કારણ શું ? ૨૮ ભગવાને જાણ્યું કે બાહુબલીએ બધું છોડ્યું છે, પણ માન છોડ્યું નથી. જ્ઞાન તો વિનયીને મળે, સિદ્ધિ વિવેકીને સાંપડે. માન જો દૂર થાય તો જ સાચું જ્ઞાન થાય. ભગવાન પાસે બે સાધ્વીઓ. શી તેમની તપસ્યા ? શું તેમનું જ્ઞાન ! મોટા પંડિતોને હરાવે. એકનું નામ બ્રાહ્મી. બીજીનું નામ સુંદરી. બાહુબલીની તે બહેનો થાય. ભગવાન કહે, ‘સાધ્વીઓ ! અહીંથી જાવ વનવગડે બાહુબલીની પાસે. તેને તમે સમજાવો. તેનું માન મુકાવો. તેનું તપ નિષ્ફળ જાય છે.’ સાધ્વીઓ કહે, જેવી પ્રભુની આજ્ઞા.' બ્રાહ્મી-સુંદરી ચાલી. આવી બાહુબલી પાસે. મુનિનો સંયમ જોયો. તેમને થયો ભક્તિભાવ. કેવા આકરાં તપ ! પ્રેમપૂર્વક વંદન કર્યું. ધીમે રહીને કહ્યું: ‘હે મારા વીરા, હાથી For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ભરત–બાહુબલી પરથી હેઠા ઊતરો. જે જોઈએ તે મળશે.' આટલું કહી સાધ્વીઓ ચાલી ગઈ. બાહુબલીને વિચાર થયો. અહીંયાં નથી હાથી કે નથી હાથણી. બેસવાનું હોય જ ક્યાંથી ? ભૂમિ ઉપર ઊભો છું. ઊભો ઊભો તપ કરું છું, પણ બહેનો જૂઠું બોલે નહીં. જૂઠું બોલી છેતરે નહીં. તો ‘હાથી પરથી હેઠા ઊતરો' એનો અર્થ શો? : ખૂબ ખૂબ ઊંડા ઊતર્યા. ખૂબ ખૂબ વિચાર કર્યો, એટલે કાંઈક સમજાયું.“ માનરૂપી હાથી છે. ઉપર હું બેઠો છું. માની ના થાય જ્ઞાની. સાધ્વીનું કહેવું સાચું છે. ચાલ ત્યારે ભાઈઓ પાસે જાઉં. તેમનાં દર્શન કરું ને તેમની માફી માગું .” ૨૯ માન ગળી ગયું છે. ચાલવા પગ ઉપાડે છે એટલે થયું કેવળજ્ઞાન એટલે થયું સાચું જ્ઞાન. આ બાજુ ભરત રાજા સારી રીતે રાજ્ય કરે છે. પ્રજાનાં દુ:ખ કાપે છે. પ્રભુનાં દર્શને જાય છે. તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે ને ધર્મધ્યાન કરે છે. ભરત તો ચક્રવર્તી. એમના નામથી આ ભૂમિ ભરતભૂમિ કહેવાઈ. એમની સાહ્યબીનો પાર નહીં. હીરા-મોતીનો થાગ નહીં. ધનના ઢગલા ને રત્નના ભંડાર. હજારો રાજાઓ એની For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧ સેવામાં. દાસદાસીઓનો હિસાબ નહીં. ભરતેશ્વર મોટા દાનેશ્વરી. તેમણે બાંધી દાનશાળા. દૂર દેશથી લોકો આવે, ધનહિણાને ધન આપે, નવસ્ત્રાને વસ્ત્ર આપે. ઢોર આપે, ઢાંખર આપે. આપવા જેવું બધું આપે. લેનારો થાકે, પણ દેનારો તો થાકે જ નહીં. એક બાંધી ભોજનશાળા. જમવું હોય તે જમી જાય. કોઈને કોઈ રોકે નહીં. ભૂખ્યા ભોજન જમતાં જાય. રૂડી આશિષ દેતાં જાય. વિદ્યાશાળાઓ ને પાઠશાળાઓ, કસરતશાળાઓ ને અખાડાઓ ભરતના રાજ્યમાં ઠેકઠેકાણે. ભારતના રાજ્યમાં સોનાની તો કિંમત નહીં. લોકો તો કહેતા, “ભરતની પ્રજા જેવી કોઈ પ્રજા સુખી નથી. તેના જેવી સમૃદ્ધ નથી. ભારતના જેવો ઇન્સાફ નહીં. તેના જેવો ન્યાય નહીં. ભોગી હોય કે જોગી હોય, વૃદ્ધ હોય કે જુવાન હોય, સૌ તેનાં વખાણ કરે. ભરતે મોટા મહેલો બંધાવ્યા. અદ્ભુત રચનાવાળા ને અદ્ભુત કારીગરીવાળા. બધા મહેલોમાં અરીસાભુવન બહુ સુંદર. દર્પણની ભીંતો ને કાચનાં બારીબારણાં, કાચના થાંભલા. શું જાળીઓ કે શું For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ભરત–બાહુબલી અટારીઓ! બધું જ કાચનું. ભોંયે દર્પણ. નળિયાં પણ દર્પણનાં. જોતાં જ છક્ક થઈ જવાય. ઘણી વખત રાજરાજેશ્વર ચક્રવર્તી ભરતદેવ આવે ને આનંદ કરે. દર્પણના હોજમાં નહાય ને દર્પણના ફુવારા ઉડાડે. દર્પણની ખાટે સૂએ. દર્પણની હાંડીમાં રોશની થાય ને મહેલો બધા ઝગમગી ઊઠે. એક દી રૂડું સ્નાન કર્યું છે. સુંદર વસ્ત્રો પહેર્યા છે. તેલકુલેલ મહેકે છે ને આભૂષણો શોભે છે. આવા અરીસાભુવનમાં મોટું રૂપાળું દર્પણ. તેમાં મોટું જોયું. કેવું સુંદર ! ચંદ્ર જેવી કાન્તિ ને સૂરજ જેવું તેજ! એટલામાં નજર ગઈ એક આંગળી તરફ, ત્યાં ન મળે શોભા, સાદી સટાક ! ભરતદેવને થયો વિચાર આંગળી લાગે છે બેડોળ. એક નાનકડી વીંટી તેના વિના આટલી બેડોળ! ત્યારે શું આભૂષણોને લીધે જ રૂપ છે ? ખરું રૂપ જરાય નથી? લાવ જોઉં તો ખરો કે ઘરેણાં વગર બીજાં અંગો કેવા લાગે છે ! માથેથી મુગટ ઉતાર્યો. કાનેથી કુંડળ ઉતાર્યા. હાથેથી બાજુબંધ ઉતાર્યા. કેડેથી કંદોરો ઉતાર્યો. પગમાંથી પાવડીઓ કાઢી. ખભેથી ખસ કાઢ્યો. બધાં ઘરેણાં દૂર કર્યા. રૂપ કેટલું બદલાઈ ગયું! પહેલાંના કરતાં હજારમા ભાગનુંયે ના મળે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ ભરતદેવને વિચાર થયોઃ હું કેટલો મૂર્ખ કે આ ખોટા રૂપમાં રાચ્યો. આ બધી બહારની વસ્તુનું જ રૂપ ! મારું રૂપ કાંઈ નથી. આ ખોટા રૂપમાં હું રાજા થઈને ભાન ભૂલ્યો. ધિક્કાર છે મને. ૩૨ ઊંડા વિચારમાં ઊતર્યા. આભૂષણો તો આજ છે ને કાલે નથી. શરીર પણ નાશ પામવાનું. એનો વળી મોહ શો ? વિચા૨માં શરીર ભૂલ્યા ને મન ભૂલ્યા. બધું ભૂલ્યા. ન ભૂલ્યા એક પ્રભુ. પ્રભુ સાથે પ્રેમ કર્યો. રૂડો વૈરાગ્ય જાગ્યો. હૈયું પવિત્ર થવા લાગ્યું. ને પૂરું પવિત્ર થતાં પ્રગટ્યું કેવળજ્ઞાન. પહેલાં અધૂરા હતા. હવે પૂરા થયા. એ રાજા ભરતદેવ અને એ રાજા બાહુબલી વજ્રથી વધુ કઠોર હતા, પણ ફૂલપાંખડી જેવા કોમળ થયા. વીર તો હતા. પણ મહા-વીર થયા. એવા વીરોની જ જગતને જરૂ૨ છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨ [કુલ પુસ્તક ૧૦) ૧. તીર્થંકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ णमो सिद्ध (णमोआया Sii રાઈ, તે વIછે. ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહીં સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યું છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારનો બોધ બાળકોના જીવનમાં 212512 Servino Jinshasa