________________
ભરત-બાહુબલી
લાવ્યો. બહાદુર લડવૈયા લાવ્યો.
સામસામાં બે સૈન્યો ગોઠવાઈ ગયાં. અધધધ ! કેટલા બધા માણસો ! જાણે મોટો માનવ-મહાસાગર !
રાજા બાહુબલીને વિચાર થયો : લડાઈ તો બે ભાઈ વચ્ચેની : મોટાઈ અમારે બેને જોઈએ ને નકામા પ્રજાના માણસોને શા માટે મારવા? બે જણા જાતે જ હિસાબ ચૂકવી લઈએ.
એણે કહ્યું રાજા ભરતને મોટા ભાઈ ! આપણે માટે આ બધા કપાઈ મરે. લોહીની તો નિકો વહે. લોહીનો તો દરિયો વહે. કેટલું ખરાબ ! ચાલો આપણે બે જ લડીએ. ટંટાનો નિકાલ લાવીએ.
રાજા ભરત કહે, સાચી વાત. વિચાર બહુ સુંદર છે. આપણે બે જ લડીએ.
થયા તૈયાર. કચ્છ લગાવ્યા ને બાંયો ચઢાવી.
બન્ને કહે, પહેલું કરીએ દૃષ્ટિયુદ્ધ. દૃષ્ટિયુદ્ધમાં આંખ મીંચાય નહીં ને મીટ મરાય નહીં. ટગર ટગર જોવાનું. પહેલી આંખ મીંચે તે હારે.
દૃષ્ટિયુદ્ધ શરૂ થયું. આંખો ફાડી ઊભા રહ્યા. ન હાલે કે ન ચાલે.
બહુ બહુ વાર થઈ. આંખો જરા ઝીણી થઈ. આંખો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org