SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૧ જરા ભીની થઈ, ટપ ટપ પાણી ટપક્યું. તોય કોઈ મીંચે નહીં. હાર કોઈ ખમે નહીં. લાલચોળ આંખો થઈ. ફાટું ફાટું આંખો થઈ. ડોળા જાણે નીકળી પડશે. લોહીનાં જાણે ઝરણાં વહેશે. ભરત રાજા પહેલા થાક્યા. તેમની આંખ ઝંખવાઈ. તેમની આંખ મીંચાઈ. રાજા બાહુબલી જીત્યા. રાજા ભરત ખૂબ શરમાયા. કેટલી બધી નામોશી! હવે ચાલો નાદયુદ્ધ કરીએ. રાજા બાહુબલી કહે, “ભાઈ, પહેલો નાદ તમે કરો.” નાદ એટલે અવાજ. નાદ એટલે હોકારો. રાજા ભરતે હોકારો કર્યો, જાણે મોટો મેઘ ગાજ્યો. બાર મેઘ સાથે ગાજ્યા. આકાશમાં પડઘા પડ્યા. કાન બહેર મારી ગયા. બીજો નાદ વિર બાહુબલીએ કર્યો. તીણી એવી ચીસ પાડી. ધરતી તો ધ્રુજી ઊઠી. દશ દિપાળો ડોલી ઊઠ્યા. શૂરવીરનાયે હાંજા ગગડ્યા. બળિયો બંધવ બાહુબલી. બળિયો એનો હોકારો. રાજા ભરત આ વખતેય હાર્યો. રાજા ભરત હવે ચિડાયા. રગે રગે રીસ વ્યાપી. નસે નસે ઝેર વ્યાપ્યું. બબ્બે વખત હાર ! અરે, શું નાના ભાઈ મોટા ભાઈને – મને – છ ખંડના જીતનારને – હરાવશે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005439
Book TitleRushabhdev Tirthankar Bharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy