________________
ભારત–બાહુબલી
- - - - - ભરત રાજા ભાન ભૂલ્યા. તરત મોટો દંડ લીધો. જબ્બર રીતે દાંત પીસ્યા, કડાક કલાક કચ કચાવ્યા. ચક્કર ચક્કર દંડ ફેરવ્યો. આગળ ફેરવ્યો-પાછળ ફેરવ્યો. સણણ સણણ વામાં વીંઝયો. જોર કરી ફટકો માર્યો. બરાબર માથા ઉપર. બાહુબલી બેસી ગયો. ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયો. જેવો તેવો તો આ ઘાથી મરી જાય.
બાહુબલીને કળ વળી. ફડાક લઈને ઊઠ્યો. બિહામણી એવી ડાંગ લીધી. આકાશમાં ભમાવી ને માથા ઉપર લગાવી. સજ્જડ એનો સપાટો. ભરત તો ભોંય ભેગો થઈ ગયો. તમ્મર આવ્યાં. લાલપીળાં દેખાવા લાગ્યાં. દુનિયા ઊંધીચત્તી દેખાવા લાગી.
મરણતોલ માર ને શરમનો ભાર. ભરત દુઃખથી અર્ધા થઈ ગયો. તેણે ચક્ર હાથમાં લીધું, બાહુબલીને વીંધી નાખવા.
યુદ્ધમાં એક નિયમ હોય છે. બન્નેની પાસે હોય તે જ હથિયાર વપરાય. ભરતે નિયમ તોડ્યો. ધર્મ ભૂલી ગયો. ચક્ર છોડ્યું. સર સર કરતું આવ્યું. પણ બાહુબલી હતો સગો ભાઈ. સગા ભાઈને ચક્ર મારે નહીં. ચક્ર તો બાહુબલીની ચારે તરફ આંટા દેવા લાગ્યું.
ભરતે અધર્મ કર્યો. એવાને જીવતો ન મુકાય. બાહુબલી કહે, “મારી નાખું. એક જ મુક્કીએ પૂરો કરું.' મુક્કી કરી તૈયાર. હાથ ઊંચો કર્યો. મારવા જાય છે ત્યાં તો વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org