Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
૨૬
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧
આવ્યો.
અરે, આ શું? રાજના લોભમાં મોટાઈના મોહમાં સગા ભાઈને હશું? અમે કયા બાપના બેટા ? ધિક છે મને. મેં કુટુંબ બોળ્યું. ભલે મોટા ભાઈ સુખે રાજ ભોગવે. ભાઈથી વધુ કોણ ?
ઉપાડેલી મુક્કી થોડી વાર ઊંચે તોળાઈ રહી. આ મુક્કીથી ભરતને ન મારું, પણ મારા મનના મોહને સંહારું! પિતા ઋષભદેવના પગલે પળું. સંપત, વૈભવ છાંડી ત્યાગી થાઉં.
ને એ મુક્કીથી માથાના વાળ ચૂંટી કાઢ્યા. બન્યા મૂંડ ! રાજપાટ છાંડીને અડવાણે પગે ને ઉઘાડે માથે ચાલી નીકળ્યા.
રાજા ભરતદેવ તો જોઈ જ રહ્યા. ધન્ય છે ભાઈ બાહુબલીને ! બાપનું નામ દીપાવ્યું. કુળમાં તું દીવો થયો. તું જીત્યો – હું હાર્યો. હવે રાજપાટ સ્વીકાર, ને મને છૂટો કર !
બાહુબલી કહે : “તું છ ખંડનો ધણી છે. પ્રજાનું રક્ષણ તારો ધર્મ છે. ન્યાયનીતિથી રહેજો. અમે તો ચાલ્યા.’
રાજા ભરતદેવે ઘણું સમજાવ્યો, પણ એ તો સાપની કાંચળીની જેમ તજી એ તજી.
ભરત ખૂબ રડ્યો. પણ રડવાથી શું વળે ? ૨ચે કાંઈ બાહુબલી વ્રત છોડી દે !
ભરત કહે, સાચો વીર બાહુબલી, તેના જેવો કોઈ નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36