Book Title: Rudhi Prayog Kosh Author(s): Bhogilal Bhikhabhai Gandhi Publisher: Gujarat Varnacular Society View full book textPage 6
________________ ત્યારે ચુંવાળ તરફ કહેશે કે હુંશિયાર રહેજે. વળી એક એકને મળતાં અને છૂટા પડતાં બલવાના શબ્દો (પગ) પણ જુદી જુદી જાતમાં જૂદા જૂદા છે. શાસ્ત્ર-વિધિ સંબંધના પ્રયોગો પણ ભાષામાં ઘણું છે, પરંતુ આ કોશમાં તેમાંના મુખ્ય મુખ્ય પ્રયોગો આપેલા છે. ગુજરાતી ભાષાના રૂઢ પ્રયોગો એવા છે કે જેમાંના ઘણાક એક એકમાં એટલા તે ગુંચવાઈ ગયા છે કે તેમના અર્થનું સ્પષ્ટીકરણ કરવું એ બહુ વિચારનું અને બહુ શોધનું કામ છે. કયો પ્રયોગ કયાં કેવી રીતે ક્યા અર્થમાં વપરાય છે તે શોધી કાઢવાનું કામ જેવું તેવું નથી. અલબત આ ગ્રંથ જેવો જોઈએ તેવું અને સંપૂર્ણ છે એમ મારું કહેવું નથી, પરંતુ તેને ઉપયોગી કરવાને યથાશકિત જેટલો યત્ન થયે છે તેટલે કર્યો છે. છેલ્લે આ પુસ્તક તૈયાર કરવામાં કેટલેક પ્રસંગે જે મારા મિત્રોએ અંતઃકરણ પૂર્વક મદદ કરી છે તેમને, જે ગ્રંથોના આધાર લીધેલા છે તે ગ્રંથના કર્તાઓને, તથા જે જે ઉદાર ગૃહસ્થોએ આ પુસ્તકને માટે મને નિરાશાને સમયે ધીરજ આપેલી છે તે સર્વેને ઉપકાર માનું છું. લખનાર, તા. ૨૫-૫-૦૮ } ભેગીલાલ ભીખાભાઈ ગાંધી.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 378