Book Title: Rudhi Prayog Kosh Author(s): Bhogilal Bhikhabhai Gandhi Publisher: Gujarat Varnacular Society View full book textPage 4
________________ (8). રહેશે નહિ. એ ધણું કરીને કાઈ સ્થાન ઉપરથી, લેાકેાની વૃત્તિ ઉપરથી, કાઈ વિશેષ નામ ઉપરથી કે કાઈ રિવાજ કે રીતભાત ઉપરથી નીકળેલાં હાય છે, અને તે સર્વેમાં થોડી કે ધણી લાક્ષણિક અર્થેનાપત્તિ રહેલી હાય છે. આ કાશમાં ઠેકાણે ઠેકાણે એવા પ્રયાગાનાં લક્ષણા બતાવી આપવાનો યત્ન કરેલા છે, અને તેની સાથે તે કેવી રીતે વપરાય છે તે જાણવા માટે અને અભ્યાસીઓને સરળ થવા માટે શિષ્ટ પ્રથાનાં દૃષ્ટાંત પણ ઠામ ઠામ આપ્યાં છે. જે પ્રયાગાનાં દૃષ્ટાંત ગ્રંથમાંથી મળી શક્યાં નથી તે જોડી કાઢીનેજ મૂકેલાં છે. " હજી સુધી · રૂઢિપ્રયાગ ' પર એકે સ્વતંત્ર પુસ્તક લખાયું નથી તેથી તથા જૂદા જુદા ભાગના લોકો જૂદા જૂદા પ્રયાગ જૂદાં જૂદાં લક્ષણમાં લઈ જઈ જૂદા જૂદા ભાવમાં ખેલે છે, અને તેથી તેના જૂદા જૂદા અર્થ થાય છે, માટે અમુક ભાવમાંજ અમુક પ્રયાગ વપરાય છે તે નક્કી કરવાનું કામ બહુ મુશ્કેલ છે. અને તેથી અર્થના સંબંધમાં બહુ મતભેદ પડવાના સંભવ છે. તથાપિ જે પ્રયણ ઘણે ભાગે જે અર્થમાં વપરાય છે તે અર્થ આપવાને બનતા પ્રયાસ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જે પ્રયાગા વપરાય છે તેના ત્રણ ભાગ આપણે પાડી શકીશું. તાપીથી તે મહી સુધીના ભાગમાં વપરાતા, મહીથી તે સાબરમતી સુધીના ભાગમાં વપરાતા, અને ત્રીજા કાઠિયાવાડમાં કે ઉત્તર તરફના ભાગમાં વપરાતા. કેટલાક પ્રયોગા એવા છે કે જે કાઠિયાવાડમાં ખેલાય છે તે ખીજા ભાગમાં નથી ખેાલાતા, અને જે ખીજા ભાગમાં ખાલાય છે તે કાઠિયાવાડમાં ખેલાતા નથી. એવા દરેક ભાગમાં વપરાતા જૂદા જૂદા મુખ્ય મુખ્ય પ્રયાગા એકઠા કરવામાં આવ્યા છે, અને એ પ્રયોગ શા ઉપરથી નીકળ્યા તેનાં કારણામૂળ-પણ યથાસુદ્ધિ લખવામાં આવ્યાં છે. જે પ્રયાગા અમુક ભાગમાંજ ખેલાતા હાઈ સાધારણ રીતે છેક ધર ખુણિયા કે બહુ પ્રચારમાં આવેલા નથી તે આ પુસ્તકમાં વિશેષે કરીને દાખલ કરેલા નથી. તેમ અસભ્ય પ્રયાગાને પણ જગા આપી નથી. કેટલાક પ્રયોગા વક્રાક્તિમાં વપરાય છે. જેમ કે પુષ્પાંજલિ આપવી એટલે માર મારવે, ચાપુચણા આપવા, મેથીપાક આપવા, પૂજા કરવી વગેરે એજ અર્થમાં ખેાલાય છે. જે પ્રયાગા કાઈ વિશેષ નામ ઉપરથી નીકળેલા છે તે બીજા પ્રયોગો કરતાં માનસિક વૃત્તિને વધારે અસર કરે છે. કાઇના ઉપર અસહ્ય દુઃખ ઉપરા ઉપરી આવી પડયુ હાય તા તેને વિષે ખેલતાં કહેશે કે તેને તે। સીતાનાં વીત્યાં. જે રાજ્ય સત્ય અને સદાચારથી ભરપુર હાઈ કાઈ જાતની અવ્યવસ્થા કે ગરબડ ન હોય અને જ્યાં ત્યાં શાંતિ શાંતિજ હાય એવા સુખપ્રદ રાજ્યને વિષે ખેાલતાં કહેછે કે એ તે રામરાજ્ય છે, જે ઔષધ રાગપર ખચીત અસર કરી શકે છે તે રામબાણ ઔષધ કહેવાય છે. સેાજાથી કે રાગથી માઢું ધણું સુજી ગયું. હાય તેા કહેશે કે મોટું રાવણુ જેવડું મા થયું. તેમજ કહી કહીને મારી જીભ ધાસી ગઈ, જોઈ જોઇને આંખા પાકી ગઈ, કામ કરી કરીને મરી ગયા, ખાતાં ખાતાં વાંઝણી વિયાઈ, બારણે અપાર ચઢયા, વગેરે કેટલાક પ્રયેાગા અતિશયાક્તિવાળા છે. એવા પ્રયાગાને અમે અયુકત રૂઢ પ્રયોગ નામ આપ્યું છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 378