Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રીકુન્દકુન્દतत्र सद्दर्शनविषयतयोक्तस्याप्तस्य स्वरूपं व्याचिख्यासुराह
વિશેષ પ્રશ્ન :- મોક્ષશાસ્ત્રાદિ ગ્રંથોમાં તત્ત્વોનાં શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. જ્યારે અહીં સાચાં દેવ-શાસ્ત્ર અને ગુરુનાં શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કર્યું છે. તો બંને લક્ષણોમાં વિરોધ આવશે?
સમાધાન :- ના, વિરોધ નહિ આવે, કારણ કે પદાર્થોનું પ્રતિપાદન કરનાર સાચા દેવ છે. તેમનાં અબાધિત વચનને જ આગમ કહેવામાં આવે છે. તે આગમના શ્રદ્ધાનથી તેમાં કહેલાં તત્ત્વોનું-પદાર્થોના શ્રદ્ધાનનું ગ્રહણ આપોઆપ આવી જાય છે. આ રીતે જ્યાં પદાર્થોના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે ત્યાં તેના પ્રતિપાદક દેવનાં શ્રદ્ધાનનું ગ્રહણ સ્વયં આવી જાય છે.
સત્યાર્થ આમ વિના સત્યાર્થ આગમ કેવી રીતે પ્રગટે ? અને બાધારહિત આગમના સાચા ઉપદેશ વિના સાત તત્ત્વાદિનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? તેથી તત્ત્વાદિનાં શ્રદ્ધાનનું મૂળ કારણ સત્યાર્થ આમ જ છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે
“અરિહંતનાં જે વિશેષણો છે તેમાં કેટલાક જીવાશ્રિત છે અને કોઈ પુદ્ગલાશ્રિત છે. તેમાંથી જીવના યથાવત્ વિશેષણો જાણે તો જીવ મિથ્યાદષ્ટિ રહે નહિ.”
(જાઓ મોક્ષમાર્ગ પ્રકાશક, સાતમો અધિકાર. પૃષ્ઠ ૨૨૬). સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એક્તારૂપ મોક્ષમાર્ગ છે. એ જ મુનિનું સાચું લક્ષણ છે. તેને જીવ યથાવત્ ઓળખે તો તે મિથ્યાદષ્ટિ રહે જ નહિ. (પૃષ્ઠ ૨૨૭).
અહીં (આગમમાં તો) અનેકાન્તરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે, તેથી આ જૈન શાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે. તેને (અજ્ઞાની) ઓળખતો નથી. કેમકે જો એ ઓળખાણ થઈ જાય તો તે મિથ્યાદષ્ટિ રહે નહિ.” (પૃષ્ઠ ૨૨૮)
આ સિદ્ધાંતને અનુસરી આ ગાથામાં નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યા આપી છે. ૪. તેમાં સમ્યગ્દર્શનના વિષયરૂપે કહેલા આતનું સ્વરૂપ કહેવાની ઈચ્છાથી કહે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com