Book Title: Ras Rasal Author(s): Bhanuben Publisher: Jain Sahitya Prakashak Samiti View full book textPage 7
________________ ())))))))))))))))))))))))) અભિનંદન મધ્યકાલીન જૈન સાહિત્યમાં જૈન ધર્મના ગદ્ય-પદ્યમાં રચાયેલી સાહિત્ય સૃષ્ટિ હસ્તપ્રતોમાં સુરક્ષિત રહી છે. હસ્તપ્રતો એ જૈન સાહિત્યના શ્રુતવારસાનું પ્રતીક છે. શ્રુત જ્ઞાનની વિવિધતા અને સમૃદ્ધિનું તેમાં દર્શન થાય છે. જૈન સાહિત્યમાં સંશોધન ક્ષેત્રે ઘણી થોડી સંખ્યામાં પ્રવૃત્તિ ચાલે છે. કેટલાક શ્રુતજ્ઞાન ભક્તો આ અંગે પ્રવૃત્તિ કરીને પ્રાચીન સાહિત્યના પ્રકાશન-સંપાદનનું અનુમોદનીય સુકૃત કરે છે. ડૉ. ભાનુબેન શાહે શ્રુત જ્ઞાનના અભ્યાસની સાથે પ્રાચીન સાહિત્યના સંશોધનમાં મૂલ્યવાન કામગીરી કરી છે. જૈન વિશ્વભારતી યુનિ. લાડન્(રાજ.)માંથી M.A. ની પદવી પ્રાપ્ત કર્યા પછી ભાનુબેને ‘‘કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'' હસ્તપ્રતનું સંશોધન કરીને મુંબઈ યુનિ.માંથી ઈ.સ. ૨૦૦૯ના જુલાઈમાં Ph.D.ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારપછી ‘સમ્મત્તમ્’ એ શીર્ષકથી મહાનિબંધનું ‘‘અજરામર સંપ્રદાય’’ લીંબડી સંઘના સહયોગથી પ્રકાશન કરવામાં આવ્યું હતું. Ph.D.ની પદવી પ્રાપ્ત થયા પછી પણ તેમણે સંશોધન પ્રવૃત્તિ ચાલુ રાખીને કવિ ૠષભદાસના અપ્રગટ-૨ રાસ, ‘શ્રી શ્રેણિક૨ાસ’ અને ‘અભયકુમાર રાસ’નું લિપિકરણ કરીને, તેની ટૂંકી સમીક્ષા, દરેક ઢાળની કડીઓના અર્થ, કઠિન શબ્દાર્થ, દેશીઓની માહિતી વગેરે દ્વારા એક સમૃદ્ધ ગ્રંથ તૈયાર કરીને સંપાદન કર્યું છે. આ ગ્રંથ એમની સંશોધન પ્રવૃત્તિ, શ્રુત જ્ઞાન ભક્તિનું પ્રતીક છે. તદુપરાંત એમનો આ અંગેનો પરિશ્રમ અને અધ્યયનશીલતાનો ખ્યાલ આવે છે. ડૉ. ભાનુબેન ગુરુકૃપા પાત્ર બન્યા છે. અજરામર સંપ્રદાયના સ્થાપત્યકારક પ.પૂ. અજરામરજી સ્વામી તથા સર્વ ગુરુ ભગવંતો અને માતા સરસ્વતીની અસીમ કૃપા તેમજ ભગી૨થ પુરુષાર્થના પુણ્ય પ્રતાપે બે રાસ કૃતિઓનું પ્રકાશન થયું છે. જૈન સાહિત્યના સમૃદ્ધ શ્રુત વારસાના અભ્યાસ અને અધ્યયન માટે આવા ગ્રંથો ઉપયોગી છે. ડૉ. ભાનુબેન કવિ ઋષભદાસના અપ્રગટ અન્ય રાસ અંગે લિપિકરણનું કાર્ય કરી રહ્યાં છે. એમની આ સંશોધન પ્રવૃત્તિ શ્રુતભક્તિ અને જ્ઞાન પિપાસાની દ્યોતક છે. શ્રુત વારસાના કાર્યમાં એમની અજરામર સંપ્રદાયની પાઠશાળાની સેવા, બૃહદ્ મુંબઈ ધાર્મિક શિક્ષણ બોર્ડની સેવાનો સહયોગ પણ ફળદાયી નીવડ્યો છે. ડૉ. ભાનુબેને આ સુકૃતને માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમના શુભ હસ્તે શ્રુત જ્ઞાનનો ભવ્ય વારસો વધુ પ્રકાશપુંજ પામે અને તે માટે ગુરુ અને સરસ્વતીની કૃપાપાત્ર બની (I))))))))))))))))))))))))) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 570