Book Title: Rajarshi Prasannachandra Mahamantri Abhaykumar Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ઋષિઓ, તમે કોણ છો ? ક્યા આશ્રમથી આવો છો?” અમે પોતાને આશ્રમના ઋષિઓ છીએ. તમારે ત્યાં આવ્યા છીએ. કહો, શી મહેમાની કરશો?’ - વલ્કલચીરી કહે, “આ પાકાં ને તાજાં ફળો લાવ્યો છું, તે ખાઓ.' ગણિકાઓ કહે, ‘આવાં સ્વાદ વિનાનાં ફળ કોણ ખાય ? જુઓ, અમારાં આશ્રમનાં આ ફળ.' એમ કહી બે સાકરના બનેલા લાડુ તેની આગળ મૂક્યા. વલ્કલચીરી તે ખાઈને બોલ્યો: “વાહ, આ ફળ તો ભારે મજાનાં છે! ન બી છે, ન છાલ છે. અમારા વનમાં તો આવાં મિષ્ટ ફળો થતાં જ નથી.” તે ફળનાં ખૂબ વખાણ કરવા લાગ્યો. પેલી ગણિકાઓ બોલીઃ “જો આપને એવાં ફળો ખાવાં હોય તો આવો અમારા આશ્રમમાં !” વલ્કલચીરીને લાડુ બહુ દાઢે લાગ્યા હતા એટલે તે જવા તૈયાર થયો, ને તેમની સાથે ચાલ્યો. જ્યાં તેઓ થોડું ચાલ્યાં ત્યાં સોમચંદ્ર રાજર્ષિ આવતા દેખાયા. ગણિકાઓ તેમને જોઈને ડરીઃ “અરે, આપણું મોત આવ્યું ! આ ઋષિ આપણને હવે શાપ આપીને બાળી મૂકશે.' એટલે વલ્કલચીરીને પડતો મૂકી મૂઠીઓ વાળીને એ તો ફાવે તેમ નાઠી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36