________________
મહામંત્રી અભયકુમાર
૧૯
કાંઠે ઊભો રહીને કૂવામાંથી એ વીંટી કાઢશે, તેને વડો પ્રધાન બનાવીશ.”
આ સાંભળી અભય ટોળામાં પેઠો અને માણસોને કહેવા લાગ્યોઃ “અરે ભાઈઓ ! તમે બધા ચિંતામાં કેમ પડ્યા છો? કૂવામાંથી વીંટી લેવી એમાં શું મુશ્કેલ છે?”
માણસો કહે, “ભાઈ ! આ રમત ન હોય. આમાં તો ભલભલા બુદ્ધિશાળીની પણ બુદ્ધિ ચાલતી નથી.”
અભય કહે, “ભાઈ ! મારે મન તો આ રમત જ છે, પણ મારા જેવો પરદેશી આ વીંટી લઈ શકે ખરો ?”
માણસો કહે, “એમાં શું? ગાય વાળે તે ગોવાળ.”
અભય કૂવા આગળ આવ્યો. એણે તાજું છાણ મગાવી બરાબર વીંટી ઉપર નાખ્યું. પછી એક ઘાસનો પૂળો મગાવી તેને સળગાવ્યો અને બરાબર છાણ ઉપર ફેંક્યો. ઘાસના તાપથી છાણ સુકાઈ ગયું. વીંટી તેમાં ચોંટી ગઈ. પછી પાસેના એક પાણી ભરેલા કૂવા વાટે ખાલી કૂવામાં પાણી ભરવા માંડ્યું. પાણી કૂવાના કાંઠે આવતાં છાણ પણ ઉપર આવ્યું. અભયે તેને લઈ લીધું અને વીંટી અંદરથી કાઢી લીધી. બધા બોલી ઊઠ્યાઃ “ધન્ય છે આ અભયની બુદ્ધિને !”
રાજદરબારે વાત પહોંચી. હાથીએ ચઢીને રાજાજી આવ્યા. રાજાજીએ ઓળખાણ પૂછી. અભયે બધી વાત વિસ્તારીને કહી. રાજાજી તો દોડ્યા નંદા પાસે. જઈને માફી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org