________________
૨૬
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ - - - - - - પ્રભુની પૂજા કરે, વ્રત ઉપવાસ કરે. આખો દિવસ ધર્મની ચર્ચા કરે.
એક વખત અભયકુમાર દહેરે પૂજા કરવા આવ્યા. ત્યાં આ શ્રાવિકાની ભક્તિ જોઈ તે બહુ રાજી થયા. તેમણે પૂછ્યું: બહેન ! તમે કોણ છો ? અને ક્યાંથી આવો છો?”
ગણિકા બોલીઃ “ભાઈ ! ઉજ્જણી મારું ગામ. ભદ્રા મારું નામ. પતિ મરણ પામ્યા. દીકરા પણ બે મરણ પામ્યા. એટલે દીકરાની બંને વહુને લઈ જાત્રા કરવા નીકળી છું. કર્યા કર્મ ભોગવ્યા વિના કંઈ છૂટકો છે?”
અભય કહે, “બહેન ! જમવાનું આજે મારે ત્યાં રાખજો.” ભદ્રા કહે, ‘આજે તો અમારે ઉપવાસ છે.”
અભય કહે, “તો પારણું મારે ત્યાં કરજો.” ભદ્રાએ તે કબૂલ કર્યું. વળતે દિવસે તેણે અભયને નોતરું દીધું. અભયે પણ તે સ્વીકાર્યું.
અભયકુમાર વળતા દિવસે જમવા ગયા. ત્યાં ખૂબ પ્રેમથી શ્રાવિકાએ જમાડ્યા, પણ જમણમાં ઘેનની દવા નાખેલી એટલે અભયકુમારને ઘેન ચડ્યું. તે વખતે પેલી ધુતારીએ તેને દોરડાથી બાંધી લીધો અને નાખ્યો રથમાં.
થોડા વખત પછી અભયકુમારનું ઘેન ઊતરી ગયું. તે જુએ તો પોતે કેદીની હાલતમાં. તે તરત જ સમજી ગયો કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org