________________
મહામંત્રી અભયકુમાર
- ૨૫
મોટી ચડાઈ કરી. અભયકુમારે વિચાર્યું: “આની સાથે લડાઈ કરવામાં સાર નથી. બંને બાજુના લાખો માણસો મરશે. છતાં કોણ જીતશે તે કહેવાય નહીં. માટે એક યુક્તિ કરવા દે. તેણે સોનામહોરોના ઘડા ભર્યા. અને રાત્રે છાનામાના શત્રુની છાવણીમાં દટાવ્યા. બીજે દિવસે ચંડપ્રદ્યોતને એક કાગળ લખ્યોઃ ‘વડીલ માસાને માલમ થાય જે આપનું હેત ઘડી પણ વીસરતું નથી. હાલમાં આપના પર એક મોટી આફત આવી છે, તેથી આ પત્ર લખ્યો છે. મારા પિતાએ ખૂબ પૈસા આપ્યા છે એટલે તમારું લશ્કર ફૂટી ગયું છે. તમે તપાસ કરશો એટલે બધું જણાશે.
ચંડપ્રદ્યોતે છાવણીમાં તપાસ કરી. ત્યાંથી સોનામહોરના ઘડા મળ્યા. તે સમજ્યો કે વાત ખરી છે. તરત જ લશ્કરને પાછા ફરવાનો હુકમ આપ્યો.
ચંડપ્રદ્યોતને થોડા વખત પછી ખબર પડી કે અભયકુમારે મને છેતર્યો. એટલે તેને ખૂબ ગુસ્સો થયો. તેણે પોતાની સભાને પૂછ્યું: ‘છે કોઈ તૈયાર, જે અભયકુમારને જીવતો પકડી લાવે?”
ત્યારે એક ગણિકા બોલીઃ “હા મહારાજ ! હું તૈયાર છું. અભયકુમારને જીવતો પકડીને આપની પાસે હાજર કરીશ.”
તેણે બે દાસીઓ સાથે લીધી. આવી રાજગૃહી. ત્યાં બની એક શ્રાવિકા. ઓહો ! શું ધર્મિષ્ઠ દેખાય ? ખૂબ ઠાઠથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org