________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩
માગી. પોતાના વહાલા પુત્રને ભેટી પડ્યા.
પુત્ર તથા પત્નીને લઈ રાજાજી પાછા ફર્યા. ગાજતેવાજતે નંદાને ગામમાં લાવ્યા. પછી નંદાને બનાવી પટરાણી અને અભયને બનાવ્યો વડો પ્રધાન.
જ્યાં અભય જેવા બુદ્ધિશાળી પ્રધાન થાય, ત્યાં શેનું દુઃખ રહે ? રાજા શ્રેણિકને કંઈ પણ મુશ્કેલી આવે કે અભય તૈયાર જ હોય. પોતાની બુદ્ધિથી જરૂર તે મુશ્કેલી દૂર કરે.
એક વખત રાજા શ્રેણિક ચિંતામાં બેઠા છે. ત્યાં આવ્યા અભયકુમાર. તેમણે પૂછયું: “પિતાજી, ચિંતામાં કેમ બેઠા છો ?” - શ્રેણિક કહે, “વૈશાલીના ચેડા રાજાએ મારું અપમાન કર્યું. તેને બે સુંદર કન્યાઓ છે. તેમાંથી એક કન્યાનું મેં માગું કર્યું, એટલે તે બોલ્યા: ‘તમારું કુળ મારાથી હલકું છે, માટે કુંવરી નહીં મળે. હવે તો એ કુંવરી લાવ્યા વિના મને ચેન નથી. અભય કહે, “ઓહો ! એમાં શી મોટી વાત ! છે માસની અંદર એ કુંવરી આપોઆપ આપને સામે પગલે પરણવા આવશે. પિતાજી ! ચિંતા કરશો નહીં.'
અભયે ઘેર આવી સારા ચિતારાઓને બોલાવ્યા અને તેમને કહ્યું: “મહારાજા શ્રેણિકની એક સુંદર છબી તૈયાર કરો. તમારી બધી કળા એમાં વાપરજો.' ચિતારાઓએ રાતદિવસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org