________________
રાજર્ષિ પ્રસન્નચંદ્ર
હોત તો એ પાપીઓની બરાબર ખબર લેત. આ પ્રમાણે તેમનો ક્રોધ વધારે ને વધારે થવા લાગ્યો. થોડા વખતમાં તો તેઓ પોતાનું ચારિત્ર ભૂલી ગયા. જાણે મંત્રીઓ પોતાની પાસે આવીને ખડા થયા હોય અને પોતે લડાઈમાં ઊતર્યા હોય તેવો ભાસ થયો. એટલે પોતે જાણે એક પછી એક હથિયારો વાપરવા માંડ્યાં, પણ શત્રુ ઘણા હતા. રાજા પ્રસન્નચંદ્રનાં તમામ શસ્ત્રો ખૂટી ગયાં. હવે શું થાય? તેઓએ વિચાર્યું કે મારા મસ્તક પર લોખંડી ટોપ છે. લાવ, એનો ઘા કરી આ શત્રુઓને ચૂરચૂર કરી નાખું.'
‘ટોપ લેવા તેઓએ જેવો મસ્તક પર હાથ મૂક્યો કે તેઓ બીજી જ ક્ષણે એ વિચારનિદ્રામાંથી જાગ્યા. અરે, મેં મુનિએ આ શું કર્યું ? મેં રોદ્ર ધ્યાન કર્યું ! મારા જેવાને કોણ પુત્ર ને કયું રાજ ! અને પછી એ રાજર્ષિના વિચારો કરવા લાગ્યા. અંતે તેમને કેવળજ્ઞાન થયું. એટલે જ્યારે ખરાબ ભાવના હતી, ત્યારે મૃત્યુ થયું હોત તો ખરાબ ગતિ થાત. જેવી મતિ તેવી ગતિ.?”
‘હે રાજન, સંસાર જીતવા માટે યુગોની જરૂર નથી, એક પળની જ છે. એક સાચી પળ મનુષ્યોનો ઇતિહાસ પલટી નાખે છે.”
ધન્ય હો એવા મહાત્માઓને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org