________________
રાજર્ષિ પ્રસન્નચંદ્ર
૧૩
અહીં પ્રભુ મહાવીરે ઉપદેશ આપ્યો. તેથી રાજા પ્રસન્નચંદ્રને પ્રબળ વૈરાગ્ય થયો. તેમણે પોતાના બાળ પુત્રને ગાદીએ બેસાડ્યો, મંત્રીઓને રાજકાજ સોંપ્યાં, ને પોતે દીક્ષા લીધી.
એક વખત પ્રભુ મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા. રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ સાથે હતા. તેઓએ ઉગ્ર ધ્યાન લગાવ્યું હતું. એક પગે ઊભા હતા, બે હાથ ઊંચા રાખ્યા હતા ને સૂરજની સામે એક નજર રાખી હતી.
આ વખતે મગધના રાજા શ્રેણિક પોતાના પૂરા ઠાઠથી પ્રભુ મહાવીરનાં દર્શન કરવા આવ્યા. આગળ તેમના લશ્કરના બે સૈનિકો ચાલે. તેઓ આ મુનિને જોઈ વાતચીત કરવા લાગ્યા. પહેલો કહે, ધન્ય છે આ રાજર્ષિને! આના જેવું ઉગ્ર તપ કોણ કરી શકે ?” ત્યારે બીજો બોલ્યો, “અરે યાર! એમાં એમણે શું મોટું કામ કર્યું? બિચારા બાળકને ગાદીએ બેસાડીને ચાલ્યા ગયા. મંત્રીઓને તેની દેખરેખ સોંપી. હવે તે મંત્રીઓ જ એનું કાસળ કાઢવા તૈયાર થયા છે. એ બાળકને મારીને રાજ્ય લઈ લેશે, એટલે એનો વંશ જશે. ધિક્કાર છે આવા નિર્દય પિતાને.' એમ વાત કરતાં તેઓ આગળ ચાલ્યા ગયા.
એવામાં મહારાજા શ્રેણિક પણ આવી પહોંચ્યા. તેમણે ધ્યાન ધરતા આ મહાત્માને જોઈ ભક્તિભાવે પ્રણામ કર્યા. પછી આગળ ચાલ્યા. રસ્તામાં આ તપસ્વી મુનિ કેવા મહાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org