Book Title: Rajarshi Prasannachandra Mahamantri Abhaykumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર આ મૃગલાં આવડા મોટાં કેમ છે ? અને બિચારાને અહીં શું કામ જોડ્યાં છે?” રથવાળો કહે, “અમારા આશ્રમમાં આવડા મૃગલાં થાય છે, અને તે આવું જ કામ કરે છે.” જતાં જતાં બપોર ચડ્યા એટલે રથવાળાએ ભાથું છોડ્યું. તેમાંથી બે લાડુ કાઢીને વલ્કલચીરીને પણ આપ્યા. વલ્કલચીરી તે ખાતો જાય ને ખૂબ ખુશ થતો જાય ! “હાશ ! કેવાં મીઠાં આ પોતાન આશ્રમનાં ફળ છે ! ત્યાં પહોંચીશ એટલે હંમેશ આવાં ફળ ખાવાને મળશે.' રથ ચાલતો ચાલતો પોતનપુર આવ્યો. વલ્કલચીરી ગામમાં આવ્યો. તેને બધું નવું નવું જ લાગે. તે હવેલીઓને જોઈ વિચારવા લાગ્યો, અધધધા આવડી મોટી ઝૂંપડીઓ ! અને આ પથરાની કેમ બાંધી હશે? શું લાકડાં ને ઘાસ અહીં નહીં મળતાં હોય ? અને આટલા બધા અહીં સાથે કેમ રહેતાં હશે? હા ! કેવડો મોટો આશ્રમ ! અહીં તો બધું નવું નવું જ છે, પણ હું હવે ક્યાં જાઉં ? અહીં જાઉં ? ત્યાં જાઉં? ક્યાં જાઉં? એમ વિચાર કરતાં તે એક ગણિકાના ઘર આગળ આવ્યો. જરા પણ અટક્યા વિના તે સીધો અંદર ગયો. ત્યાં ગણિકા ઊભી હતી. તેને જોઈને વલ્કલચીરીએ પ્રણામ કર્યા ને કહ્યું: ‘હે બાપજી ! તમને હું પ્રણામ કરું છું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36