________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩
ગણિકા સમજી : આ છે કોઈ તેજસ્વી, પણ જંગલમાં ઊછર્યો લાગે છે, તેથી દુનિયાની રીતની કંઈ ગમ નથી. ગણિકાને એક પુત્રી છે. એનું નામ વનલતા. એને માતાનો ધંધો ગમે નહીં. માં ગમે તેટલી મારઝૂડ કરે, તોય માને નહીં. એ તો કહે, “તો પરણવાની, ને એકનો જ ઘરસંસાર માંડવાની માતાને લાગ્યું કે આ ગમાર સાથે પરણાવું.
મને તમારા આશ્રમમાં રહેવા દેશો?’
‘હોવે, પર્ણકુટી પણ બાંધી દઈશ. ને એક તાપસી પણ સાથે રહેવા આપીશ” ગણિકાએ હસતાં હસતાં કહ્યું. - પછી વેશ્યાએ હજામને બોલાવ્યો. કોઈ નવા ઋષિ આવ્યા છે, એમ સમજી વલ્કલચીરીએ હજામને પ્રણામ કર્યા બાપજી ! હું તમને પ્રણામ કરું છું.'
હજામ હસવા લાગ્યો. આ કોણ વિચિત્ર પૂતળું છે! પછી ગણિકાએ કહ્યું, “આ મુનિની ફક્કડ હજામત બનાવો.” હજામે પાથરણું પાથર્યું ને મુનિને કહ્યું, ‘સામાં સીધા ને ટટ્ટાર બેસો.”
મુનિ કહે, “બાપજી ! શું ધ્યાન ધરવાનું છે ?”
હજામ કહે, “હા, તમારે ધ્યાન ધરવાનું છે. એટલે તે આંખો બંધ કરીને સામે બેઠા. હજામે કાતર ચલાવવા માંડી. એટલે એકદમ વલ્કલચીરી બૂમ પાડી ઊઠ્યા : “અરે ! મારી જટા ! મારી જટા ! કેમ કાપી નાખો છો ? બાપજી ! રહેવા દ્યો.”
હજામ કહે, “આ આશ્રમમાં આવડી મોટી જટા કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org