________________
જિલિયાત
બાઈ રસાડાનું બધું કામકાજ કરતી અને બાળકને વાંચતાં પણ શીખવતી. તે કોઈ દેવળમાં જઈ ન હતી; એટલે લોકોએ નક્કી કર્યું કે એ બાઈ ફ્રેંચ જ હોવી જોઇએ.
અને એ બાઈ ફૂંચ હોય એવા સંભવ પણ હતા. જવાળામુખી જ્યારે ફાટે છે, ત્યારે આસપાસ દૂર દૂર સુધી પથરા અને રાખ ઉરાડે છે, તેમ ક્રાંતિ પણ માણસાને તેમના વતનમાંથી ઉખાડી દૂર ફગાવી દે છે. સગાંવહાલાં અને પિરિચતેનાં જૂથ તે વખતે તૂટી જાય છે અને વ્યાક્ત કયાંય દૂર ફંગાળાઈ જાય છે. વિચિત્ર અજાણ્યા લોકો અકાશમાંથી વરસતા હોય તેમ જર્મનીમાં, ઇંગ્લૅન્ડમાં અને અમેરિકામાં દેખા દે છે. ગ્રામપ્રદેશના લોકો એ બધા નવા આગંતુકો પ્રત્યે નવાઈ અને અાંબાની નજરે જ જુએ છે.
પણ આ બધા નિર્વાસિતે ખરેખર પોતે શાથી આમ દૂર દૂર ફંગાળાઈ જાય છે, તે જાણતા હોતા નથી. વિધાતાએ ફૂટબૉલના દડાની પેઠે તેમને લાત લગાવી હોય છે- જયાં પહોંચ્યા ત્યાં ખરા. કોઈ સુરંગ ફૂટી હોય અને દાભનું નાનુંશું પૂંભડું જેમ હવામાં ઊડી, દૂર જઈને પડે, અને શકય હાય તે પાછું જમીનમાં ચાટી જઈ પેાતાનું જીવન શરૂ કરવા લાગે, એવા જ ઘાટ થાય છે. ફૅચ ક્રાંતિ જેવી સુરંગ પછી આવાં જે પ્રંભડાં દૂર દૂર સુધી ઊડયાં, તેનો પાર નહાતો.
એ બાઈ ધીમે ધીમે ઘરડી થતી ગઈ, અને પેલું બાળક મેાટું થઈ જુવાન બન્યું. બધાંથી તજાયેલાં તે એકલવાયાં — એકબીજાની ઓથમાં જ જીવતાં હતાં. ધીમે ધીમે જુવાનિયો દાઢિયાળો બન્યા અને પેલી ઘરડી બાઈ ઝાડ ઉપરથી જૂની થઈને ખરી પડેલી છાલની પેઠે મરી ગઈ. માએ પુત્ર માટે વારસામાં એક નાનું ખેતર,
અને બુ-દ-લારૂ કહેવાતું મકાન–એટલી વસ્તુ
મેાજામાં સીવી રાખેલા સો સોનૈયા.
મકાનમાં એકના બે પટારા, બે પથારી, છ ખુરશી અને એક ટેબલ ઉપરાંત ઘરગથ્થુ વપરાશનાં વાસણકૂસણ હતાં. એક અભરાઈ
Jain Education International
For Private & Personal Use Only
એક નાની વાડી પાછળ મૂકી તથા
www.jainelibrary.org