________________
પ્રેમ-અલિદાન
અર્થાત્ પાછી ઓટ શરૂ થાય, અને ધુમાડિયું એ બાકામાંથી નીચે ઊતરે, ત્યારે જ ડચ-બાટને બહાર લેવાય.
અને એ વસ્તુ બનવાને છ કલાક તા લાગે જ. પણ તે વખતે મધરાત થઈ હોય. તે વખતે એ બધા ખડકો વચ્ચે થઈને હાડી હંકારવી એ પણ અશકય. એટલે બીજો દિવસ થાય તેની જ રાહ જોવી જોઈએ. અર્થાત્ પૂરા બાર કલાક ત્યાં જ રોકાઈ રહેવાનું થયું.
જિલિયાત મેટા દુવ્રે ઉપર જઈ ત્યાં પડેલું પેાતાનું ઓઢવા-પહેરવાનું લઈ આવ્યો. વરસાદનું એકઠું કરેલું પાણી જે બચ્યું હતું, તે તેણે પી લીધું, પછી પોતાની ડચ-બેટ ઉપર આવી એંજિન પાસે જ, તેની રખવાળી કરતા હાય એમ, તે સૂઈ ગયા અને ઘસઘસાટ ઊંઘી ગયો.
૩
૧૬૯
અચાનક, રાતની વચ્ચેવચ્ચ જાગી ઊઠયો જાણે સ્પ્રિંગથી
ઊછળ્યા હોય તેમ.
તેણે આંખા ઉઘાડી.
તેના માથા ઉપર દુવ્રેના ખડકો એક જાતના સફેદ પ્રકાશથી ઝગમગી રહ્યા હતા; જાણે સળગતા અંગારાથી પ્રકાશિત થયા હોય તેમ. એ અગ્નિ કયાંથી આવ્યો? પાણીમાંથી !
આખા સમુદ્ર દેખાવ જ વિચિત્ર બની રહ્યો હતા. જાણે તેની સપાટી ઉપર આગ લાગી ન હાય! એ પ્રકાશ રાતા ન હતા. તેમ જ તેમાં કશે. ચળકાટ કે તેજ ણ નહોતાં. એક જાતનાં ઝાંખા ભૂરો પ્રકાશ આખા દરિયા ઉપર ઝબકતા હતા.
આ પ્રકાશમાં પદાર્થો તેમની નક્કરતા ગુમાવી બેસે છે. એ ચળકાટ જાણે તેમને પારદર્શક બનાવી દે છે. ખડકોની રૂપરેખા જ માત્ર દેખાય છે. લંગરનાં દેારડાં જાણે લાખંડના સફેદ તપાવેલા સળિયા હોય તેવાં દેખાય છે. માછીમારોની પાણી નીચેની જાળા જાણે આગની સેરોની ગૂંથેલી હાય તેવી દેખાય છે. હલેસાના ઉપરના ભાગ લાકડાના દેખાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org