Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 242
________________ બંદરને ઘટ ૨૫. પાસેથી પોતાના ચેરાયેલા ૫૦ હજાર ફાંક કદીક પણ પાછા મળવાની આશા ! જોકે, એ ચોરાયેલા પૈસા પાછા મળવાની આશા સામાન્ય રીતે તો તેણે રાખી ન હોય, પરંતુ તેની પાસે કાગળ મળ્યા બાદ, અને કલુબિનની બદમાશીની વાત ઉઘાડી પડયા પછી, એ આશા ઊભી કરીને પણ માંડી વાળવાની થઈ, એટલું તો ખરું જ. હવે તેને પહેલી વાર પોતાના ઘરનું શું થશે, તેનો કારમો વિચાર સતાવવા માંડયો. ચારે બાજુથી લોકો જે રીતે તેના તરફ નજર નાખતા, તેમાં પણ એ જ વસ્તુ વંચાતી હતી. પોતાનું ચાલુ ખર્ચ હવે શામાંથી કાઢવાનું? બે નોકરડીઓને પગાર શામાંથી આપવાને ? દેશેતના સારા સારા પશાક, તેની ખર્ચાળ ટેવો, મહેનત મજુરીવાળા કામકાજમાં તેને જરા પણ હિસ્સો લેવો ન પડે તેવી ગોઠવણ, બગીચે, ફૂલઝાડ, મિત્રોને ફળ-ફૂલની વહેંચણી – એ બધું હવે શી રીતે ચાલુ રાખી શકાશે? ગરીબને દાન-પુણ્યની તે વાત જ શી કરવી? – આપણે પોતે જ ગરીબ થઈ ગયા હોઈએ ત્યાં! બે કરડીઓમાંથી એકને ઓછી કરીએ, બગીચાનાં ફૂલ કાઢી ત્યાં શાક વાવીએ, અને દેશેતના પોશાકના ખર્ચમાં કરકસર કરીએ કે તરત દેશેત જ બૂમ પાડી ઊઠવાની! આ બધું રોજના મોત જેવું જ ન બની રહે ? એક સાંજે લેથિયરી બે કલાક સુધી આવી ચિતા-ભઠ્ઠીમાં જ શેકાતો પડી રહ્યો. ધીમે ધીમે મધરાત થઈ. એ અરસામાં તે આ બધું ખંખેરી નાખી, આંખો ઉઘાડીને બેઠો થયો. તે જ ઘડીએ પોતાની બારીમાંથી તેને એક વિચિત્ર દેખાવ નજરે પડયો અને તે ચેકીને ઊભે થઈ ગયો! બારી બહાર એક વિચિત્ર આકાર તેની નજરે પડ્યો હતો – પોતાની સ્ટીમ-બોટનું ધુમાડિયું ! તરત જ તે ફાનસ હાથમાં લઈ ગાંડાની પેઠે પિતાના મકાન પાસેના એ ધક્કા તરફ દોડયો – જૂના કડા સાથે એક બોટ બાંધેલી હતી, અને તેની અંદર દુરાંદેનું આખું એંજિન હતું! એ બોટ વિચિત્ર આકારની હતી – પણ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282