Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 268
________________ ચામડાની બૅગ ૨૨૯ ડિને એ કાગળ હાથમાં લીધો – શરૂઆતની કેટલીક લીટીઓ ઉપર-ટપકે જલદી વાંચી જઈ, છેવટની લીટીઓ તેમણે મોટેથી વાંચી – “.......... તું તરત જ ડીન પાસે જઈ, લગ્નનું લાયસન્સ કઢાવી લે. મારે લગ્નનું જલદી પતાવવું છે. તરત જ પતે તો સૌથી સરસ.” ડીને કાગળ ટેબલ ઉપર મૂકી આગળ વાંચ્યું – “સહી દ0 – લેથિયરી.” પછી તે બોલ્યા, “એ કાગળ મને સંબોધીને લખ્યો હોત તે વધુ સારું થાત. પરંતુ મારે ચર્ચના એક સહ-કર્મચારીનું જ લગ્ન કરાવવાનું હોઈ, વધુ પંચાત નહીં કરું.” સહીઓ થઈ ગયા પછી વિધિ શરૂ થયો. “કોઈને કંઈ વાંધો છે?” કોઈએ જવાબ ન આપ્યો. “આમીન!” ડીને ઉચ્ચાર્યું. પછી વિધિ પ્રમાણેના પ્રશ્નોત્તર થયા બાદ ડીને પૂછ્યું, “આ સ્ત્રીને આ માણસને કોણ લગ્નમાં દે છે?” “હું” જિલિયાતે જવાબ આપ્યો. ડીને હવે દેશેતો જમણો હાથ એબેનેઝરના જમણા હાથમાં મૂક્યો. એબેનેઝર દેરુશેતને સંબોધન કર્યું – દેરુશેત, હું તને મારી પરિણીત પત્ની તરીકે સ્વીકારું છું - સારી સ્થિતિ હોય કે નરસી હોય, તવંગર દશા હોય કે દરિદ્રતા હોય, બીમારી હોય કે આરોગ્ય – પણ મૃત્યુ આપણને છૂટાં ન પાડે ત્યાં લગી પ્રેમપૂર્વક તને સંભાળી રાખવા હું પ્રતિજ્ઞા કરું છું.” એવી જ પ્રતિજ્ઞા દેશે તે પણ ઉચ્ચારી. પછી ડીને પૂછયું, “વીંટી કયાં છે?” વીંટી કોઈ લાવ્યું ન હતું. બંને જણ ગભરાયાં. જિલિયાતે તરત પોતાની આંગળી ઉપરની સોનાની વીંટી ઉતારીને ડીનને આપી. કદાચ પોતાના લગ્ન માટે જ તે આજે સવારે આ વીંટી ખરીદી લાવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282