________________
પ્રેમ-બલિદાન
ધીમે ધીમે રાત પડી; પરંતુ તેને ઊંઘ ન આવી. તેને હજાર હજાર બાબતોના વિચાર આવવા લાગ્યા : બધા જ અસંબદ્ધ, જેમ કે, પોતાના વાડામાં હવે કાળાં ગાજર વાવવાં સારાં; ભલા આજે સર્કવાળી હોડી કેમ પસાર થતી જોવામાં ન આવી? — તેને કશું થયું હશે ? જે ડોસી આ ઘરમાં મરી ગઈ, તે પોતાની શી સગી થતી હશે?—જરૂર તે પોતાની સાચી મા જ હોવી જોઈએ; – કોઈ કારણે તે એમ જાહેર નહિ કરતી હોય. જુઓને તે ડોસી પેલી ટૂંકમાં મારી વહુ માટે કપડાં મૂકી ગઈ છે. રેવ૦ જૅમિન હૅરોદ જરૂર સટ-પિયરે-પૉર્ટૂના ડીન નિમાવાના; એટલે સ ટ સૅપ્સનવાળી રેકટરની જગા ખાલી પડવાની. નાતાલ પછીનો દિવસ ચંદ્રનો ૨૭ મો દિવસ હશે એટલે ત્રણ વાગ્યા પછી એકવીસ મિનટે ભરતીની ટોચ હશે, સાત વાગ્યા પછી પંદર મિનિટે અર્ધી ભરતી હશે, અને નવ વાગ્યા પછી તેત્રીસ મિનિટે ઓટ હશે. પોતાને બૅગ-પાઇપ વેચી જનાર સ્કૉટિશ સૈનિકનો પોશાક તેને અચાનક યાદ આવી ગયા – બધી વિગત સાથે. પછી તે! બાકીની રાત એ પોશાકની જ વિગતો તેના મન સમક્ષ ઘૂમતી રહી.
૫૪
દિવસનું પૂરું અજવાળું થયે જ તે જાગી ઊઠયો–અને પહેલા જ વિચાર તેને દેરુશેતના આવ્યો.
બીજી રાતે પણ સૂતા પછી તેને પેલા સ્કોટિશ સૈનિકના પોશાકના જ વિચાર આવ્યા કર્યા. ઊંઘમાં ને ઊંઘમાં તે બાલ્યા કે, નાતાલ પછી મુખ્ય અદાલતની બેઠક ૨૧ મી જાન્યુઆરીએ શરૂ થશે. વળી તેને જૂના રેક્ટર જૅકેમિન હેરોદનું પણ સ્વપ્ન આવ્યું.
બીજી સવારે પણ તે ઊઠયો ત્યારે સૌ પ્રથમ દેરુશેતના જ વિચાર તેને આવ્યા. તેને એના ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. પોતે હવે નાના છોકરો રહ્યો નથી, નહિ તે જરૂર તેની બારી ઉપર તે પથરા ફેંકી આવ્યો હોત. વળી પાછું તેને યાદ આવ્યું કે, પોતે જો નાના બની જાય, તો તે પોતાની મા પણ પોતાને પાછી મળે. અને તરત તે રડવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org