________________
૨૪
પ્રેમ-બલિદાન
નિર્જન ભયંકર જગાએ તેણે અઠવાડિયાં સુધી એકલા રહેવું જોઈએ. ત્યાં કેવાં પેલાં-ન-કલ્પેલાં જોખમેામાં અને મુશ્કેલીઓમાં તેને રહેવું પડે તેની વાત તે જાણે! અને ભલે કોઈ ગાંડો માણસ ત્યાં જાય પણ ખરો; પણ પછી કિનારેથી તેને નવો ખોરાક કે પુરવઠો કોણ પહોંચાડે? કે તે કોઈ અણધારી મુશ્કેલીમાં સપડાઈ જાય, ત્યારે તેને બચાવવા ત્યાં કોણ જાય? ઉપરાંત બે કરાડો વચ્ચે ચપ્પટ ફસાયેલા એંજિનને ત્યાંથી વછોડીને તે માણસ એકલે હાથે ઉતારી પણ શી રીતે લાવે? જે માણસ એ કામ કરવા તૈયાર થાય, એને વીર કહેવા કરતાં ગાંડો જ વધુ કહેવો પડે.
(C
‘શિલ્ટિયલ’ના કપ્તાને જ પોતાની જાણકારીને આધારે હવે જોખીને આખરી ફેંસલો સંભળાવ્યો ના, ના; એ તો બધું હવે પતી ગયેલું જ ગણવું રહ્યું. ત્યાં જઈને એંજિન પાછું કાઢી લાવવા તૈયાર થનારો માણસ આ પૃથ્વીના પડ ઉપર હજુ જન્મ્યો નથી. ”
આટલું કહી, પછી એ વસ્તુની અશકયતાની ખાતરી કરાવવા તે ડાબા હાથ ઘુમાવીને બાલ્યા
(C
અને જા તે જન્મ્યા હાય......"
દેરુશેતે તરત તે વખતે માથું ફેરવ્યું.
“ તે। હું તેને પરણીશ. ” તે બેલી ઊઠી.
ચેતરફ ચુપકીદી છવાઈ ગઈ.
એક ફીકો પડી ગયેલા માણસ હવે આગળ આવ્યો અને બાલ્યા, “તમે તેને પરણશે, મિસ દેરુશેત?”
એ જિલિયાત હતો.
બધાની આંખા ઊંચી થઈ ગઈ. મેસ લેથિયરી એકદમ ટટાર થઈ ગયા. તેની આંખામાંથી વિચિત્ર પ્રકાશ ચમકવા લાગ્યો.
તેણે પેાતાના ટોપા માથા ઉપરથી ઉતારી જેરથી જમીન ઉપર પટકયો અને લોકો તરફ નજર નાખ્યા વિના પ્રતિજ્ઞા કરતો હોય એવી
રીતે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org