________________
‘હું... તેને પરણીશ ! '
૧૨૯
– દુરાંદેના અકસ્માત એક કમનસીબી ગણાય. પણ તેને બીજી રીતે સદ્ભાગ્ય પણ માની શકાય. આપણી જાતને તપાસીએ, તે આપણે આપણી સમૃદ્ધિથી છકી નથી જતા, વારુ? સુખને સમુદ્ર બહુ ોખમભરેલા છે. ભગવાન કોઈ અગમ્ય હેતુથી જ આવી કસોટી મેાકલે છે. મેસ લેથિયરી અલબત્ત પાયમાલ થઈ ગયા છે. પણ પૈસાદાર – તવંગર હોવું એ બહુ જોખમભરેલી વસ્તુ હોઈ, વધુ પાયમાલીનું કારણ બની રહે.
– સમૃદ્ધિ વખતે આપણને જે ખાટા મિત્રા આવી મળ્યા હોય છે, તે ગરીબાઈ આવતાં દૂર થઈ જાય છે. ગરીબાઈમાં જ માણસ એકલેા રહેતા થય છે. અને એકલા રહેવાની જ ભગવાનની આજ્ઞા છે. દુરાંદે દર વર્ષે હજાર પાઉંડ જેવી આવક ઊભી કરતી. ડાહ્યો માણસ એટલી બધી સંપત્તિ રાખવા ન ઇચ્છે. આપણે પ્રલેાભનાથી દૂર ભાગવું જોઈએ. સાનાને આપણે તિરસ્કારવું જોઈએ. એટલે પાયમાલીને કારણે આવી પડેલી આ એકલતાને કૃતજ્ઞભાવે માથે ચડાવી લેા ! એકલતામાં બહુ લાભ છે. તેનાથી પરમાત્માની કૃપા આપણને વહેલી પ્રાપ્ત થાય છે– કારણ કે આપણું લક્ષ પ્રભુ પ્રત્યે વધારે રહે છે.
–વળી પરમાત્માના માર્ગો અકળ હોય છે: તે આવી કોઈ પાયમાલી પછી વધુ ઉન્નતિ તરફ પણ આપણને લઈ જાય છે. અને દુરાંદેની ખાટના લૌકિક રીતે પણ બીજા કશા બદલા નહિ વળી રહે, એમ કોણ કહી શકે? દાખલા તરીકે, “જુઓને, મેં પોતે જ હમણાં મારી મૂડી શેફિલ્ડમાં નવા થવા લાગેલા ધંધામાં રોકી છે. મેસ લેથિયરી પણ પેાતાની બચેલી મૂડી એ ધંધામાં રોકીને પાતાની ખાટ ઘેાડા વખતમાં જ ભરપાઈ કરી શકે, પોલૅંડ ઉપર ચડાઇ કરવા ઇચ્છતા ઝાર-બાદશાહે શસ્ત્રો માટેના મોટો ઑર્ડર મૂકલા છે. શેફિલ્ડના એ શસ્ત્રસરંજામના કારખાનામાં મૂડીરોકાણ કરવાથી ત્રણસે ટકા વળતર મળી રહેવાની ખાતરી છે.
""
,,
“ માટે ઝારની લડાઈ સાથે કશી લેવાદેવા રાખવી નથી. લેથિયરી બાલ્યા.
ટૉ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org