________________
૧૧૩
પ્રેમ-બલિદાન
એના અર્થ એટલા જ કે, ધુમ્મસમાંથી બહાર નીકળેલાં કેટલાંય જહાજે તે તરફથી પસાર થયાં હશે, જેમાંના કોઈકે તેને ઉપાડી લીધા હોવા જોઈએ. લૉંગ-બાટમાં વજન વધી ગયું હોવાથી, તાફાન વખતે તેમાં પેાતાનું વજન વધુ ઉમેરવાનું કૅપ્ટન કલુબિને ભલે આવશ્યક ન માન્યું હોય; પણ પછીથી બીજું જહાજ તેને ઉપાડી લેવા માગે, ત્યારે તેમાં ન જવાનું કબિનને કશું કારણ ન હોઈ શકે. ઉપરાંત દુરાંદેની હોનારત કંઈ તેના વાંકે સરજાઈ જ નહોતી, જેથી દુરાંદે સાથે તે’ જ નાશ પામવાનું આત્મહત્યા કરવાનું કલુબિન વિચારે. વાંક તે સુકાનીના હતા.
--
લોકોએ એ સાંભળી, કલુબિન પાછા આવે કે તરત તેને ખભે બેસાડીને આખા ગામમાં તેનું સરઘસ કાઢવાનું ત્યાં ને ત્યાં નક્કી કર્યું. શિલ્ટયલ ' જહાજના કપ્તાને હવે દુરાંદેને છેવટે નડેલી બીજી હોનારતની વાત આ પ્રમાણે કરી
"
એક ખૂબ અણીદાર ખડક ઉપર દુરાંદે પરોવાઈ ગયેલી હતી. અને આખી રાતના તાફાન દરમ્યાન પણ તે એ ખડકને જ વળગેલી રહી હતી. પરંતુ સવારના ‘શિલ્ટિયલ’ જહાજના કપ્તાન દુરાંદે ઉપર કોઈ માણસ નથી એની ખાતરી કરી પાછા ફરવા લાગ્યો, ત્યારે તેણે જોયું કે, તેાફાનની છેલ્લી ઝાપટ જેવું એક ભયંકર મેાજું દૂરથી ધસી આવીને એ પર્વતા સાથે જોરથી અફળાયું. એ મેાજાએ દુરાંદેને જોરથી આંચકો આપી, ખડક ઉપરથી છૂટી પાડીને હવામાં અધ્ધર ઉછાળી અને તેને ગ્રેના બે દંતૂશળાની વચ્ચે ધડાકા સાથે ફેંકી. તે વખતે એક ભંયકર કડાકો સંભળાયા. દુરાંદે ખૂબ ઊંચે ઊછળીને નીચે પડી હાવાથી, બંને બાજુથી તે બે ખડકો વચ્ચે ચપ્પટ ભરાઈ ગઈ. ‘ શિલ્ટિયલ ’ના કપ્તાને દૂરબીન વડે છેવટના નજર કરી ત્યારે દુગ્રેના બંને ધંતૂશળા વચ્ચે ફસાઈ ગયેલા દુરાંદેના ભંગાર પુલ જેવો દેખાતો હતો. દુરાંદેનું બીજું કશું ા સાજું સમું રહેલું નહોતું લાગતું, પણ વચલા ઍજિનવાળા ભાગ તા જેમના તેમ અકબંદ રહેલા દેખાતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org