________________
પ્રેમબલિદાન “ ખરી વાત છે; નાગરિક, જ એ શસ્ત્ર રાખી શકે. પણ હું એ અનોખી ચીજને સસ્તામાં કાઢી નાખી એની બેકદર કરવા નથી માંગતો. એ નવી શોધ છે.”
“ઠીક ઠીક, તમારે પાંચ લૂઈ અને ત્રણ ક્રાંકે માનવું છે?” “મેં છ કહ્યા છે.
હવે પેલો મીણબત્તીને પીઠ કરીને ઊભેલો માણસ વચ્ચે પડ્યો. તેણે કહ્યું, “હું છ લૂઈ આપી દઉં છું અને આ રાખી લઉં છું.”
બીજે દિવસે એટલે કે ગુરુવારે એક કરુણ ઘટના સેંટ મૅલોથી થોડે દૂર આવેલા એક ખડક ઉપર બની.
એ ઊભડક ખડક આગળ દરિયો ખૂબ ઊંડો હતો. તે ખડક ઉપર પાછલે પહોરે ચાર વાગ્યે લશ્કરી ઝભ્ભો પહેરેલો એક માણસ હાથમાં દૂરબીન લઈ દૂર સ્થિર ઊભેલા અથવા બહુ ધીમી ગતિએ આગળ વધતા એક જહાજ ઉપર નજર રાખી રહ્યો હતો. આ માણસ કોસ્ટગાર્ડ (કિનારાનો ચોકીદાર) હતો અને તેને પેલા જહાજની હિલચાલ શંકાભરી લાગતી હતી.
થોડી વારમાં તો એ જહાજ પાસેથી એક કાળું ટપકું છૂટું પડી આ ખડક તરફ આવવા લાગ્યું. એ કાળું ટપકું દરિયા ઉપર તો કીડી જેવું દેખાતું હતું, પણ તે નાની હોડી હતી અને તેમાં બેઠેલા ખલાસીઓ તેને જોરથી હલેસાં મારતા હતા. પેલો ચોકીદાર હવે ખડકની ધાર તરફ વધુ નજીક જઈ, એ હોડીનું વધુ બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો.
તે જ વખતે એ ચોકીદારની પાછળના ખડક પાછળ છુપાઈ રહેલો એક ઊંચો માણસ ધીમેથી બહાર આવ્યો. તેણે દબાતા-છુપાતા પેલા ચોકીદારની પાછળ જઈ જોરથી તેને એવો ધક્કો લગાવ્યો કે પેલો ચીસ પણ પાઇ શકે તે પહેલાં ઊંધે માથે સીધો દરિયામાં જઇને પડયો. પિલો ઊંચો માણસ હવે ખડકની કિનાર ઉપર જઈ, નીચો નમી જોવા લાગ્યો કે, પેલો પાછો પાણીની ઉપર નીકળે છે કે નહિ. પરંતુ થોડી વાર બાદ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org