________________
લુબિન
ઉપરાંત, તે એક ભારે તરવૈયા હતા. કેટલાક માણસાની જાત જ જુદી હાય છે : તે પાણીમાં અને માજાંમાં ધારે તેટલા વખત રહી શકે છે. કલુબિન પણ જર્સી મથકેથી નીકળી, હર્મિટેજ અને કેંસલ એલિઝાબેથના ચકરાવો લઈ, બે કલાક બાદ, જ્યાંથી ઊપડયો હોત ત્યાં પાછા ફરતા. હાનાઇ અને પ્લેઇનૉન્ટ-પૉઇન્ટ વચ્ચેના ભયંકર દરિયા કેટલીય વાર તે તરી ગયા હતા, એમ કહેવાતું હતું.
પણ મેસ લેથિયરીને સ્યુ કલુબિન ખાસ ગમી ગયા તેનું કારણ તો એ હતું કે, રૅ તેની પ્રકૃતિ પામી જઈને તેણે પહેલેથી મેસ લેથિયરીને ચેતવી દીધા હતા કે, “એ માણસ તમને કોઈ દિવસ લૂંટી જશે. એનું એ ચારિત્ર્ય-વાચન સાચું પડયું હતું, અને લેયરી પોતે એ બાબતમાં ખાટો પડયો હતા!
૪૭
મેસ લેથિયરીને દરેક અઠવાડિયામાં આનંદના બે દિવસ હાય -- એક મંગળવાર અને બીજો શુક્રવાર. મંગળવારે તે દુરાંદેને ઊપડતી જોતા, અને શુક્રવારે તેને પાછી ફરતી જોતા. તે પોતાના મકાનમાં બારીને અઢેલીને પોતાના એ સર્જનને ધુમાડા કાઢતું, તથા દરિયા ખેડતું બહુ સંતાષ અને તૃપ્તિ સાથે જોયા કરતો.
શુક્રવારે લાકો મેસ લેથિયરીને બારીએ ઊભો રહી જયારે પોતાની ચુંગી સળગાવતા જુએ, ત્યારે તરત જ બોલી ઊઠે —“ જરૂર દુરાંદે દૂરથી આવતી તેની નજરે પડી હશે.”
Jain Education International
""
દુરાંદે બંદરમાં દાખલ થયા પછી મેસ લેથિયરીના મકાન ટ્રૅવિઝના પાયામાં જડેલી મજબૂત લેાખંડી રિંગમાં તેના કેબલ બાંધી દેવાતા. તે રાતાએ લેથિયરી ખૂબ આરામથી ઊંઘતો—કારણ કે, તેની એક બાજુના કમરામાં દેરુશેત ઊંઘતી હોતી અને બીજી બાજુ પાણીમાં દુરાંદે!
For Private & Personal Use Only
www.jainelibrary.org