________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૫ ]
[ ૫
(૩૫નાતિ) हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद्वन्धमार्गाश्रितमेकमिष्टं स्वयं समस्तं खलु बन्धहेतुः।। १०२।।
કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે, અને અભેદપક્ષથી જોવામાં આવેતો કર્મ એક જ છે-બે નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ હેતુ–સ્વમાવ–નુમવ–આશ્રયાઈi] હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય-એ ચારનો (અર્થાત્ એ ચાર પ્રકારે) [ સા uિ] સદાય [સમેવત] અભેદ હોવાથી [ ન હિ મે] કર્મમાં નિશ્ચયથી ભેદ નથી; [ત સમસ્તે સ્વયં] માટે સમસ્ત કર્મ પોતે [ r] નિશ્ચયથી [વશ્વમા–આશ્રિતમ્] બંધમાર્ગને આશ્રિત હોવાથી અને [વશ્વરંતુ:] બંધનું કારણ હોવાથી, [9 ફુટ્ટ] કર્મ એક જ માનવામાં આવ્યું છે-એક જ માનવું યોગ્ય છે. ૧૦૨.
પુણ્ય-પાપ અધિકાર
(દોહા) પુણ્ય-પાપ બન્ને કરમ, બંધરૂપ દુર માની; શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી.
જુઓ, શ્રી જયચંદ પંડિત આ દોહામાં સ્પષ્ટ કહે છે કે પુણ્ય અને પાપ બન્ને ભાવકર્મ છે, અને એ બંધરૂપ છે. ત્યારે કેટલાક (પંડિતો) અત્યારે એમ કહે છે કે એ તો પુણ્ય-પાપરૂપ કર્મની (પુદ્ગલકર્મની) વાત છે. એમાં શુભાશુભ ભાવની ક્યાં વાત કરી છે? પુણ્યકર્મનો (પુદ્ગલકર્મનો) નિષેધ કર્યો છે, એમાં શુભભાવનો નિષેધ કર્યો નથી-એવો અર્થ તેઓ કરે છે; પણ તે બરાબર નથી. આગળ ટીકાકાર આચાર્ય આનો ચાર બોલથી ખુલાસો કરશે.
જુઓ, અહીં કર્મ શબ્દ પડ્યો છે ને! એનો અર્થ એમ છે કે પુણ્ય-પાપ બને કર્મ એટલે કાર્ય-પરિણામ છે, અશુદ્ધતા છે. એ ભાવ બંધરૂપ છે એમ જાણી જેણે એ પુણ્ય-પાપના (ભાવ) બંધને છેદીને અંદરમાં શુદ્ધાત્મા ગ્રહણ કર્યો-નમું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com