Book Title: Prashnottar Prakash Part 02 Author(s): Sagarchandraji Maharaj Publisher: Gokaldas Mangaldas View full book textPage 6
________________ તતા સાથે જણાવવાની ફરજ પડે છે કે જાહેર રીતે તમારા પત્રમાં શા. સુખલાલ ખૂબચંદ નામક વ્યક્તિના નામથી પૂછાયેલ પ્રશ્નના રોગ્ય ખુલાશા પ્રગટ થવાને માટે મોકલેલા તે ત્રણ અંકે બહાર પડવા છતાં પ્રગટ થયાં નથી કે સ્થળ સંકેચને અંગે, યા કઈ એવા પ્રકારના કારણે પ્રસિદ્ધ કરી શક્યાં નથી. જે પત્રમાં પ્રશ્નો પૂછાયા હેય તેજ પત્રમાં ખુલાસા આવે તે યોગ્ય એમ વિચારી અમેએ તે ખુલાસા લખી મોકલ્યા છે અને તેને સંતોષકારક રીતે તે પત્રના વાંચકોના અંતરમાં ખુલાસો થાય એમ પણ ઈ૭યું છે એટલે તે ખુલાસા જલ્દી પ્રસિદ્ધ થવાની અનિવાર્ય આવશ્યકતા છે. ઉપરોક્ત વિદીત વસ્તુ સ્થિતિ તમારા ધ્યાન પર લાવવા આ “રીમાઈન્ડર” લખી મેકલવાનો પ્રયત્ન થયો છે તે જાણશો. વળી આ સાથે ઉચિત ધારી, તમોને નમ્ર સૂચના કરવી પડે છે કે જાહેર પત્રની નીતિ ખ્યાલમાં લેશે અને રજીસ્ટર લેટરથી બીડી મેકલેલ ખુલાસા જેમ બને તેમ જલ્દીથી તમારા હવે પછીના અંકમા પ્રસિદ્ધ કરશે. આની અનિવાર્ય આવશ્યકતા હેઈ, જે યોગ્ય સમયમાં તેને માટે યોગ્ય નહિ થાય તે અમોને જણાવતાં ઘણી દીલગીરી થાય છે કે અમારે ફરજીયાત જાહેર જનતા છેક અંધારામાં ના રહે તેને માટે યોગ્ય કરવું પડશે. આ રીમાઈન્ડર પહોંચ્યાની પહોંચ તેમજ પૂર્વે મેટર પ્રસિદ્ધ કરવા માટે ખુલાસો લખશે એવી આશા રાખી વિરમીએ છીએ. એજ :: 8 શાંતિ ! શ્રી પાશ્વસૂરિ જન ઉપાશ્રય બાળપીપળે. મુનિ સાગરચંદ્રજીના ધર્મલાભ ખંભાત તા. ૨-૮-૧૯૩૨ ) સહી. દા. “અમૃત' કાટવાળા ઉપરોક્ત રીમાઈન્ડર બીડી મેકલ્યા બાદ પણ કેટલાક અંકે સુધી રાહ જોઈ કિંતુ કાંઈ પરિણામ ન આવવાથી એક ખંભાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com લી.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34