Book Title: Prashnottar Prakash Part 02 Author(s): Sagarchandraji Maharaj Publisher: Gokaldas Mangaldas View full book textPage 7
________________ જેન ભાઈ અમદાવાદ જતા હતા તેમને વીરશાસનના તંત્રીને રૂબરૂ મળી પૂર્વે બીડી મોકલેલ ખુલાસા પ્રસિદ્ધિને વિષે ખુલાસો મેળવી જણાવવા જણાવ્યું, તે ભાઈએ તંત્રીની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તંત્રી તરફથી એમ જણાવવામાં આવ્યું કે “અમે વિરૂદ્ધ પક્ષનું લખાણ પ્રગટ કરતા નથી. અમે તે માત્ર એકજ પક્ષનું લખાણ પ્રગટ કરીએ છીએ.” જનાર ભાઈએ કહ્યું કે તે પછી તમે તમારા પત્રમાં એમ ખુલાસો કરો કે અમે એકજ પક્ષનું જ છાપીએ છીએ એટલે આ ખુલાસા નહિ છાપી શકીએ.” ત્યારે તેમ કરવાને પણ ઈન્કાર કરવામાં આવ્યું. આ બધી વસ્તુસ્થિતિ વિચારતાં વિવેકી જેન જનતાના અંતરમાં ખુલાસાર્થે રીમાઈન્ડરમાં કરેલ નમ્ર સૂચના પ્રમાણે પ્રશ્નોત્તર પ્રકાશ” ભાગ બીજા તરીકે આ પુસ્તક પ્રકાશનનું પ્રયોજન છે. આ પુસ્તક પ્રકાશન માટે સુશ્રાવક ચેધરી કેશરીચંદજી પન્નાલાલજીની મારફતે નાગોર નગર નિવાસી એસવાળ જ્ઞાતીય શુદ્ધ શ્રદ્ધાવાન સુશ્રાવક શ્રીયુત ચેધરી શુભકરણની યોગ્ય આર્થિક સહાય મળી છે. શ્રીયુત ચેધરીની માફક પુષ્પ નહિ તે પુષ્પપાંખડીના કથન અનુસાર અન્ય ભવ્યાત્માઓ પણ પોતાની શકિત પ્રમાણે આર્થિક સહાય આપતા રહી સાહિત્યની સેવા કરવા ઉત્સુક બને એમ ઈચ્છીએ છીએ. ૪ શાંતિઃ લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34